કોડીનારમાં મેમણ સમાજ દ્વારા આખરી સફર માટે ફ્રી ગાડીની સુવિધા શરૂ કરાઇ

0

કોડીનાર મેમણ જમાત દ્વારા કોડીનાર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ માટે મૈયતને કબરસ્તાન લઈ જવા માટે દૂર ના વિસ્તારોને પડતી તકલીફને ધ્યાને લઈ કોડીનાર મેમણ સમાજ દ્વારા આખરી સફરની ગાડીની ફ્રી સુવિધા શરૂ કરવામાં આવી છે. કોડીનારનાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન અને સહયોગથી કોડીનાર નગરપાલિકા દ્વારા કોડીના ના સમસ્ત મુસ્લિમ સમાજ માટે મેમણ સમાજને આખરી સફર માટે ગાડી અર્પણ કરવામાં આવતા મેમણ સમાજ સંચાલિત મુસ્લિમ સમાજ માટે આખરી સફર ગાડીની સેવા શરૂ કરવામાં આવી હતી. સમસ્ત મુસ્લિમ સમાજ ને આખરી સફર ગાડી ફાળવાતા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને કોડીનાર નગરપાલિકાનો મુસ્લિમ સમાજ અને મેમણ જમાત વતી મેમણ જમાતના પ્રમુખ રફીકભાઈ કચ્છીએ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!