વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે હાલ રહેતા અને મુળ રાજપરા ગામનાં અરજણભાઈ રણજીતભાઈ જમોડ(ઉ.વ.૪પ)એ હરેશ રવજી રહે.જેતપુર તથા બીજા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ ફરિયાદીનાં ખેતરમાં પ્રવેશ કરી ફરિયાદીનો દીકરો અતુલ આજથી એકાદ વર્ષ પહેલા હરેશની પત્નીને ભગાડીને લઈ આવેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદીને આરોપીઓએ ઢીકાપાટુ, લાકડી તથા પાઈપ વડે માર મારેલ છે અને એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિલખાનાં રામેશ્વર ગામે મોટરસાઈકલ સરખી ચલાવવા પ્રશ્ને હુમલો : ૩ સામે ફરિયાદ
બિલખા તાબાનાં જુના રામેશ્વર ગામે રહેતા ભગીરથભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચાંદ્રડ(ઉ.વ.ર૩)એ હરેશ ઉર્ફે હકો શામજીભાઈ કાનપરા, શામજીભાઈ રવજીભાઈ, ભરત ગોરધનભાઈ વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તેમની મોટરસાઈકલ લઈ ખેતરેથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આરોપી હરેશ ઉર્ફે હકો તેની સાથે મોટરસાઈકલ ઉપર સામા મળેલ તેણે ફરિયાદીની મોટરસાઈકલ નજીકથી તેની મોટરસાઈકલ ચલાવી પસાર થતા ફરિયાદીએ તેને સરખી મોટરસાઈકલ ચલાવવા કહેતા બંને વચ્ચે બોલાચાલી તથા ગાળાગાળી થયેલ બાદમાં ફરિયાદી તેનાં ઘરે ગયેલ અને તેનાં મોટા બાપુજીને બનાવની વાત કરેલ આ વખતે આરોપીઓ આવી આરોપી હરેશ ઉર્ફે હકાએ લોખંડનાં પાઈપથી ફરિયાદીને માથાનાં ભાગે મારી ઈજા કરેલ તથા આરોપી ભરત ગોરધને સાહેદ દિલીપ ઉર્ફે દિપુભાઈને માથાનાં ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તેમજ આરોપી શામજીભાઈ રવજીભાઈએ સાહેદ કેતનને શરીરે લાકડી વડે માર મારી ઈજા કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ તાલુકાનાં ખંમીદાણા ગામે ફોન ઉપર ધમકી અપાઈ
કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ગામે રહેતા કાનાભાઈ વકમાતભાઈ સોલંકી(ઉ.વ.ર૬)એ દેવદાનભાઈ કાળાભાઈ પરમાર રહે.ખમીદાણા વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદીને ફોન કરી કોઈ પણ કારણ વગર જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાહેદ ખમીદાણા ગામનાં માજી ઉપસરપંચ ભરતભાઈ કાનાભાઈ બારીયા તથા કોમ્પ્યુટર ઓપરેટર ભાવેશભાઈ નારણભાઈ પરમારને પણ ફોન કરી ફરિયાદીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ખમીદાણા પંચાયત ઓફીસએ જઈ તેનો દરવાજાે તોડી નાખી નુકશાન કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદનાં ડેરવાણ અને માંગરોળમાં જુગાર રમતા ૧પ શખ્સો ઝડપાયા : પોલીસે રૂા.૬૦ હજારની રોકડ કબ્જે કરી હતી
કેશોદના ડેરવાણ અને માંગરોળમાં પોલીસે જુગાર રમતા ૧પ શખ્સોને ઝડપી લઇ રૂા.૬૦ હજારની રોકડ કબ્જે કરી હતી. કેશોદ તાલુકાનાં ડેરવાણ ગામના વાડી વિસ્તારમાં પોલીસે દરોેડો પાડીને કેશોદ, વંથલી અને જૂનાગઢ વિસ્તારના ૮ શખ્સને લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી રૂા.રર૮૦૦ની રોકડ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે માંગરોળ મરીન પોલીસે માંગરોળ બંદર પાસે જાહેરમાં જુગાર ખેલતા ૭ ઇસમોને રૂા.૩ર૧૧૦ની રોકડ સાથે ઝડપી લઇ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટોલનાકાવાળાને નુકશાન પહોંચાડવા વંથલી પાસે ગાદોઇ ગામના ત્રણ યુવાનો ઉપર જીવલેણ હુમલો
લુશાળાના ત્રણ સહિત છ શખ્સો સામે પોલીસ ફરિયાદ
ટોલ નાકાવાળાને નુકશાન પહોંચાડવા માટે વંથલી પાસે ગાદોઇ ગામના ત્રણ યુવાનો જીવલેણ હુમલો કરતાં ત્રણેયને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઇ ગામ પાસે ટોલનાકુ આવેલ છે. જેની નજીક ગાદોઇનાં ૩૬ વર્ષીય પ્રવિણભાઇ દાનાભાઇ ડાંગરનો વાડો આવ્યો છે. લુશાળાના ભોજાભાઇ બકોત્રાને ટોલનાકા વાળા સાથે વાંધો ચાલતો હોય અને તેમને નુકશાન પહોંચાડવા માટે ભોમભાઇએ ગાદોઇ ગામમાંથી વાહનો કાઢવા સીરૂ પ્રવિણભાઇ ડાંગરનો વાડો ખુલ્લો કરવા માંગતા હતા. પરંતુ પ્રવિણભાઇએ વાડો ખુલ્લો કરવાની ના પાડતા રવિવારે કણઝાધાર પાસે ભોજા બકોત્રા તેમજ મકન જીણાભાઇ ડાંગર તથા શૈલેષ ખીમાભાઇ જાટીયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પ્રવિણ ડાંગર તેમજ કમલેશ અને રાજુભાઇ ઉપર કુહાડી, ધારીયા અને લોખડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય યુવાનોને ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશીષ કરી હતી. આ અંગે વંથલી પીએસઆઇ વી.કે.ઉંંજીયાએ પ્રવિણ ડાંગરની ફરિયાદ લઇ હુમલાખોરો સામે રાયોટીંગના વગેરેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.