જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

0

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર અને ઓમ લેબોરેટરીનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે દેવનંદન સ્વામીએ દિપ પ્રાગટય કરેલ હતું. તેમજ કોઠારી પ્રેમસ્વરૂપદાસજી, ધર્મકિશોર સ્વામી, ટ્રસ્ટી વિવેકભાઈ ગોહેલ તથા ડોકટરોની ટીમમાં ડો. રાહુલ હુંબલ, ડો. સાગર ભલાણી, ડો. પુજા ટાંક (કોયાણી), ચામડી રોગનાં નિષ્ણાંત ડોકટર સહિત ૧પ જેટલા નામાંકીત ડોકટરોએ આ કેમ્પમાં સેવા આપેલ હતી.

error: Content is protected !!