ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જૂનાગઢ મહાનગર ખાતે પધારવાના હોય તેમને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી થનગની રહ્યું હોય ત્યારે આપણી પરંપરા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે હર્ષોલ્લાસ સાથે મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્માનાં અધ્યક્ષસ્થાને એક આયોજન બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વાગત માટે અલગ અલગ ટીમો બનાવી જવાબદારી સોંપવામાં આવી હતી. આ આયોજન બેઠકમાં જૂનાગઢ જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, મહાનગરનાં મહામંત્રી સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, વિધાનસભા પ્રભારી ડો. વિનોદભાઈ ભંડેરી, યુપીથી પધારેલા બંને પ્રવાસી કાર્યકર્તા, મહાનગર સંગઠનનાં હોદેદારો તથા દરેક મોરચાનાં પ્રમુખ મહામંત્રી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં કન્વિનર સુરેશ પાનસુરીયાએ જણાવ્યું હતું.