દ્વારકા-બદ્રીકાશ્રમની સંયુક્ત શંકરાચાર્યની ગાદીને કોઈ ગ્રહણ નડતું હોય તેમ આજથી ચાલીસ વર્ષ પહેલા પણ આ બંને પીઠના બ્રહ્મલીન થયેલ સ્વામી અભિનવ સચ્ચિદાનંદજી બાદ તેમના ઉતરાધિકારી બનેલ સ્વામી સ્વરૂપાનંદજીની જે તે સમયે દ્વારકા-બદ્રીકાશ્રમની શારદાપીઠ અને જ્યોતિષપીઠ માટે દ્વારકા ખાતે થયેલ વરણીને સ્વામી અભિનવ સચ્ચિદાનંદજીના અન્ય શિષ્ય સ્વામી વાસુદેવદાસજી દ્વારા નીચેથી લઈ અલ્હાબાદ હાઇકોર્ટ સુધી પડકારાતા આ વિવાદની અસર આ સમયે હાજર રહેલ દરેક વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટમાં પોત-પોતાનું નિવેદન આપવા જવું પડેલ જે રેકર્ડ ઉપર નોંધાયેલ સત્ય હકિકત છે અને હાઇકોર્ટ દ્વારા બંનેની અરજી કાઢી નાખતા હાલ સ્વામી વાસુદેવદાસજી દ્વારા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે અને તેનો નિકાલ હજુ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે પેન્ડિંગ છે ત્યારે અને ત્યારે ફરીને હવે આજ સ્વામી સ્વરૂપાનંદજી બ્રહ્મલીન થતાં હવે તેના ઉતરાધિકારીના પ્રશ્ને આ વખતે દ્વારકાની ગાદી માટે નહીં પણ આ વખતે “જ્યોતિષપીઠ”ના ઉતરાધિકારી તરીકે જેમનો ગઈકાલ તારીખ ૧૭-૧૦-૨૦૨૨ના રોજ પદ્દાભિષેક થવાનો હતો તેના ઉપર અગાઉના વિવાદનો મુદો ઊભો કરી સ્વામી વાસુદેવદાસજી દ્વારા સ્ટે માંગવામાં આવતા હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ઉપર સ્ટે આપવામાં આવ્યો હોવાનું બહાર આવેલ છે.