દેશભરમાં કાળીચૌદશની સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી જાગૃતિ કાર્યક્રમો આપી લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ આખરી તૈયારી કરી લીધી છે. રાજયના એક હજાર દશ નાના-મોટા નગરોના સ્મશાનમાં નવાંગતુક કાર્યક્રમ યોજી માનસિક ભય-ડર, ભ્રામકતા દૂર કરવાના ચમત્કારો, અંધશ્રદ્ધામાં યેનકેન ફસાયેલો છે તેમાંથી મુકત કરવાના પ્રયાસ કરીએ છીએ. અંધશ્રદ્ધાએ માનવીને બરબાદી-પાયમાલી સિવાય કશું જ આપ્યું નથી તેથી તેને તિલાંજલિ આપી દેશવટો આપવાની જરૂર છે. જાથાએ રાજયમાં જાગૃતિ પત્રિકાનું વિતરણનો પ્રારંભ કરેલ છે. રાપરમાં તા.ર૩ ઓકટોબર રવિવારે ૧૧ કલાકે માલી ચોકમાં કાળી ચૌદશ સામેની જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તેવા મુખ્ય ઉદ્દેશ છે. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાપર વિસ્તારના આસપાસના ગામોમાં જાગૃતિ પત્રિકાનું વિતરણ કરશે તેમાં નીલપર, બાદરગઢ, દાભુડા, નાની રવ, મોટી રવ, સઈ ખીરઈ, પ્રાગપર, સેલારી, ઉમિયા, ગોવિંદપર, કલ્યાણપુર, નદાસરા, ત્રમ્બો, કારૂડા, પાલનપર સમય સંજાેગો પ્રમાણે વૈજ્ઞાનિક પ્રચાર કરવામાં આવશે. તેમાં અનાજ, પાણીનો બગાડ ન કરવો તે સંબંધી વાત મુકવામાં આવશે. કાળીચૌદશ અશુભ કે ભારે નથી, સદીઓ જુની માન્યતામાં ફેરફાર કરવાની જરૂર છે. કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે. હવે જાગવાની જરૂર છે. સંધ્યા સમયે પ્રેતાત્માઓનું વિહાર જાથાએ હંબક સાબિત કર્યું છે. ખાદ્યપદાર્થોનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ. ભારતની વસ્તીમાં લાખો લોકોને એક જ વખત જમવાનું ભોજન મળે છે. લેભાગુઓએ ભારતમાં માનવીનું શોષણ કરવાનું જ કામ કર્યું છે. જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય-ડર બતાવી શારીરિક-માનસિક, આર્થિક શોષણ ભ્રામકતાના કારણે કર્યું છે તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર છે. કચ્છ જિલ્લામાં જાથા વૈજ્ઞાનિક પ્રચાર કરી પોતાના પરિવારનું કલ્યાણ કેમ થાય તે સંબંધી વાત મુકશે તેમાં જાેડાવવા અપીલ છે. વધુમાં પંડયા જણાવે છે કે, ર૩મી રવિવારે જાગૃતો પરિવાર સાથે સ્મશાનની મુલાકાત કરી ભાવી પેઢીને કાળીચૌદશ સામે જાગૃતિની વાત કરી સાચી સમજણ આપશે તો નાગરિક ધર્મ બજાવ્યો ગણાશે. ભૂત-પ્રેત, જીન્નાત, મામો, ખવિસ, ડાકણ-ચુડેલનું અસ્તિત્વ જ નથી તે સંબંધી હકિકત મુકશે તો જાથાને મદદ કરી ગણાશે. કાળીચૌદશની પત્રિકા વિતરણમાં ગાગોદર ગામના પિન્ટુભાઈ મેપાભાઈ વાઘેલા, ભુરકિયા ગામના શિવજીભાઈ કાનાભાઈ પરમાર, મથલના સરપંચ હુસેનભાઈ ખલીફા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, વિનુભાઈ ઉપાધ્યાય, ભકિતબેન રાજગોર સહિત કાર્યકરો જાેડાવવાના છે. મો. ૯૮રપર ૧૬૬૮૯ સંપર્ક કરવો.