વંથલી તાલુકાનાં સોનારડી ગામે બનેલ ખૂનની કોશિષનાં ગુનાનાં આરોપીઓ ચોટીલા નજીક આવેલ ઝીંઝુડા ગામ નજીક આવેલ ધીરૂભાઈ કોળીનાં તબેલા નજીક છુપાયેલા હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા નુરમહમદ ઉર્ફે નુકો કાસમભાઈ પલેજા (સોનારડી), સોહીલ ઈકબાલભાઈ ચૌહાણ (જૂનાગઢ) અને કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી લઈ વંથલી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ જે.જે. ગઢવી, એએસઆઈ તથા યશપાલસિંહ જાડેજા, સાહિલભાઈ સમા, ભરતભાઈ સોલંકી, વનરાજ ચાવડા વિગેરે જાેડાયેલ હતાં.