જૂનાગઢમાં ૩૬ બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આંબેડકર નગરમાં ચામુંડા શેરી નં-૩માં આવેલ સાહીલ મોહનભાઈ સોલંકીનાં કબ્જા ભોગવટાની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૩૬ બોટલ રૂા.૧૪,૧૦૦નો મુદ્દામાલ રેડ દરમ્યાન જપ્ત કરેલ છે. આ રેડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા તેનાં વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.

જાબુંડથી બદક જતા માર્ગ ઉપર કારે મોટરસાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યું
જેતપુર નવાગઢ, પટેલ ચોક, પોસ્ટ ઓફીસની સામે રહેતા વિજયભાઈ ધીરૂભાઈ ખોડા(ઉ.વ.૩ર)એ ઈનોવા કાર નંબર જીજે-૧૧-એબી-૧૮૯૮નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામે મૃતક તેનાં મોટાભાઈ પલક તથા પીત્રાઈ ભાઈ પારસ સહિત ત્રણે મોટરસાઈકલ લઈને દર્શન કરવા જતા હતા ત્યારે જાબુંડી અને બદકની વચ્ચે પહોંચતા ઈનોવા કાર નંબર જીજે-૧૧-એબી-૧૮૯૮ વાળી સામેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે તેનાં ચાલકે ચલાવી અને મૃતકની મોટરસાઈકલ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતનાં બનાવમાં મૃતકને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવી ઈનોવા કારનો ચાલક નાશી છુટતા તેનાં વિરૂધ્ધ વિસાવદર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદરનાં ચુડવા ગામે ફ્રીજમાં રાખેલ કેક ખાતા સારવાર દરમ્યાન મૃત્યું
માણાવદર તાલુકાનાં ચુડવા ગામનાં નીશાબા મહીપાલસિંહ ઝાલા(ઉ.વ.૧પ)નો જન્મદિવસ તા.૧૭-૧૦-ર૦રરનાં રોજ હોય અને જન્મદિવસની કેક વધેલ તે બીજા દિવસે ફ્રીજમાં રાખેલ તે ખાતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થતા તેમનાં પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ હતી.

જૂનાગઢ જેલમાં રહેલા ખૂન કેસનાં આરોપીનું લીવરની બિમારી સબબ સારવાર દરમ્યાન મૃત્યું
માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામનાં દિલીપ જેઠાભાઈ સિંહપરા(ઉ.વ.પ૪) માણાવદર પોલીસ સ્ટેશન ગુનાં રજીસ્ટ્રર નંબર ફપપ/ર૦૧૭ ઈપીકો કલમ ૩૦રનાં કામનાં આરોપી તરીકે જૂનાગઢ જીલ્લા જેલમાં હતા તે દરમ્યાન લીવરની બિમારી સબબ તેમને સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદમાં રૂા.૧,૪૪,૮૭૮ની થયેલ ચોરી
કેશોદનાં મનસુખગીરી ઉર્ફે ચીમનબાપુ કરશનગીરી મેઘનાથી(ઉ.વ.૬૯) રહે.કેશોદ, પ્રેરણયાધામ સોસાયટી વાળાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીનાં વખતે ફરિયાદીનાં ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરી, મેઈન ગેટનું તાળુ તોડી, સેફટી ડોરનો લોક તોડી, બેડરૂમનું તાળુ તોડી તેમાં રાખેલ કબાટનો દરવાજાે વાળી નાખી અને તેજીરીનો દરવાજાે ખેળવી રૂા.૪૦ હજારની રોકડ, સોનાનો ચેન, ચાંદીનાં સીક્કા વિગેરે મળી કુલ રૂા.૧,૪૪,૮૭૮ની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!