જૂનાગઢ જીલ્લા શિક્ષણાધીકારી તરીકે ચાર્જ સંભાળતા ભાવસિંહ વાઢેર

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભાવસિંહ વાઢેરએ વિધિવત રીતે સંભાળ્યો છે. તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તા. ર૧નાં રોજ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીઓની બદલી કરવામાં આવેલ. જેમાં જૂનાગઢ જીલ્લા શિક્ષણાધીકારી તરીકે ભાવસિંહ વાઢેરની નિમણુંક થતા તેઓએ કાર્યભાર સંભાળતાં કચેરીનાં સ્ટાફે તેમને આવકાર્યા હતાં. તેઓએ જણાવેલ કે જૂનાગઢ જીલ્લામાં પણ શિક્ષણ જગતનાં કોઈપણ પ્રશ્ન હોય કર્મચારીઓનાં હોય કે વિદ્યાર્થીઓનાં કે વાલીઓનાં હોય તેનો ત્વરીત ઉકેલ લાવવામાં આવશે. અને દેવભૂમિ દ્વારકાની જેમ જૂનાગઢ જીલ્લાને પણ રાજયકક્ષાએ સ્થાન આપવાની નેમ છે.

error: Content is protected !!