જૂનાગઢ નજીક આવેલા બિલખા ખડીયા માર્ગ વચ્ચે ખડીયા નજીક અકસ્માતનો બનાવ બનવા પામેલ જેમાં બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને સારવાર હેઠળ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, તા.ર૯-૧૦-ર૦રર કલાક ૧૩ઃ૩૦ દરમ્યાન બિલખા-ખડીયા વચ્ચે બનેલા અકસ્માતનાં બનાવ અંગે જગદીશભાઈ જીવનભાઈ ચોૈહાણ (રહે.જૂનાગઢ, શીવ કોમ્પ્લેક્ષ, મોતીબાગની સામે)નાં પુત્રી કિંજલબેન જગદીશભાઈ ચોૈહાણ(ઉ.વ.ર૮)એ ફોરવ્હીલ નંબર જીજે-૦૧-ડબ્લ્યુજી-૬૮૯૬નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ ફરિયાદીનાં પિતા જગદીશભાઈ જીવનભાઈ ચોૈહાણ તથા પોલાભાઈ બાપોદરા પોતાનું હોન્ડા એકટીવા સ્કુટર નંબર જીજે-૧૧-જે-૬૯૮૩ વાળુ લઈ બિલખા થી જૂનાગઢ તરફ આવતા હતા તે દરમ્યાન ખડીયા ગામ દરગાહ પાસે પહોંચતા આ કામનાં ફોરવ્હીલ નંબર જીજે-૦૧-ડબ્લ્યુજી-૬૮૯૬નો ચાલક ફોરવ્હીલ એકદમ પુર ઝડપે ચલાવીને પાછળથી સ્કુટરને ટક્કર મારી ફરિયાદીનાં પીતાને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરે છોલાણ કરી તથા સાહેદ પોલાભાઈને શરીરે સામાન્ય ઈજા પહોંચાડતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. દરમ્યાન આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે આરોપી ફોરવ્હીલનાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એસ.એમ. દીવરાણીયા ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાં માર માર્યો : ચાર સામે ફરિયાદ
જૂનાગઢનાં જાેષીપરા આદીત્યનગર, શાકમાર્કેટની બાજુમાં, આયોધ્યા એપાર્ટમેન્ટ, બ્લોક નં-૪૦રમાં રહેતા કિરણબેન રાજેશભાઈ ગજેરા(ઉ.વ.૩૭)એ અયોધ્યા એપાર્ટમેન્ટનાં પહેલા માળે આવેલ બ્લોક નં-૧૦રમાં રહેતા મોટી ઉંમરનાં બહેન તથા બીજા માળે રહેતા હંસાબેન તથા હંસાબેનની દીકરી અને હંસાબેનનો દીકરો અક્ષય વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામે અયોધ્યા એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ બ્લોક નં-૧૦ર વાળા એક મોટી ઉંમરનાં બહેન જેનું નામ જાણવા મળેલ નથી તે બહેનએ પ્રથમ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી બાદમાં બીજા માળે રહેતા હંસાબેન તથા હંસાબેનની દીકરી કે જેનું નામ જાણવા મળેલ નથી તે બંનેએ ફરિયાદી તથા ફરિયાદીની ભાણેજાેને જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ હંસાબેનની દીકરીએ સાવરણી વડે માર મારી ઝપાઝપી કરેલ દરમ્યાન હંસાબેનનાં દીકરા અક્ષયે ત્યાં આવી ફરિયાદી તથા ફરિયાદીની ભાણેજાેને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરિયાદીની ભાણેજાેની શરીરે અડપલા કરી છેડતી કરી લાકડી વડે માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડાલ ગામે એસીડ પી જતા સારવાર દરમ્યાન મૃત્યું
વડાલ ગામનાં કાજલબેન જગદીશભાઈ ઠાકોર(ઉ.વ.૩૦)એ પોતાનાં પતિ સાથે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થતા મૃતકનાં પતિ બહારથી પાઉંભાજી જમીને આવેલ તે દરમ્યાનમૃતકે પોતાની જાતે એસીડ પી લીધેલ હોય અને ઉલટીઓ કરતા હોય તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પ્રથમ લઈ જવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ ઉપરનાં તબીબે તેને મૃતપાય જાહેર કરેલ છે. જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.