આજે થરાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂા.૮૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂા.૮૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી રહ્યા છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો આ પ્રમાણે છે
નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા(તા.હારીજ, જી.પાટણ)થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન. બનાસકાંઠાના ૭૪ અને પાટણના ૩૨ ગામોના કુલ ૭૫૦૦ હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી – ૪૨૦૦ ખેડૂત. અંદાજિત ખર્ચ રૂા.૧૫૬૬ કરોડ.
ડીંડરોલ(તા.સિધ્ધ્પુર, જી.પાટણ)થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન. બનાસકાંઠાના ૨૫ અને પાટણના ૫ ગામોના કુલ ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં લાભ – કુલ અંદાજીત લાભાર્થી ૧૭૦૦ ખેડૂત. અંદાજિત ખર્ચ રૂા.૧૯૧ કરોડ સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી. બનાસકાંઠામાં ૨૨ ગામોના પિયત વિસ્તારને સિંચાઇ સુવિધા પુરી પાડવા માટે નવી ડિસ્ટ્રિબ્યુટરી બનાવવાની યોજના. ડિસ્ટ્રિબ્યુટરીની લંબાઈ ૩૪ કિમી. ૧૪૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફાયદો – અંદાજીત લાભાર્થી ૭૫૦૦ ખેડૂત. અંદાજિત ખર્ચ રૂા.૮૮ કરોડ. કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના. અહીં સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યો કરવામાં આવશે. ૧૦૦ ગામડાઓને ફાયદો મળશે – અંદાજીત લાભાર્થી ૩.૦૨ લાખ. અંદાજિત ખર્ચ રૂા.૧૩ કરોડ.
કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી ૩૩૨ કિમી લાંબી નહરેનું નિર્માણ કરવામાં આવશે. ૨૦૦૦ ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે. નહેર તેમજ સ્ટ્રકચર્સ સુધારણાનો અંદાજીત ખર્ચ રૂા.૧૫૦૦ કરોડ. લાભ ઃ ૧૧૧૧ તળાવો અને ૩.૭ લાખ એકર વિસ્તાર, ૬૬૧ ગામો – અંદાજીત લાભાર્થી ૧.૨૫ લાખ ખેડૂત.
૬ જિલ્લાના ૨૦૦૦ ગામડાઓમાં વેસ્ટ વોટર રિયુઝ, ચેકડેમ ઉંડા તેમજ રિપેર કરવાની કામગીરી, તળાવો, ટ્યૂબવેલ વગેરેના કામો ૬ જિલ્લાના ૨૦૦૦ ગામડાઓમાં શરૂ કરવામાં આવશે. તેનાથી ૫૦,૦૦૦ હેક્ટર વિસ્તારોને પરોક્ષ લાભ મળશે. કુલ રૂા.૧૧૦૦ કરોડના કામો, ફાયદો પ્રાપ્ત કરનાર વિસ્તાર – ૧,૧૦,૦૦૦ હેક્ટર, અંદાજીત લાભાર્થી -૬૫,૦૦૦ ખેડૂત.
૧૪૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો – અંદાજીત લાભાર્થી ૧૦,૦૦૦ ખેડૂત. મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાના ૫ તાલુકાના ૩૯ ગામોને લાભ. અંદાજિત ખર્ચ રૂા.૧૦૦૦ કરોડ.
વાત્રક જળાશયમાંથી ઉદ્વહન દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરવાની કામગીરી. ૭ તાલુકાના ૧૮૨ તળાવોમાં કામગીરી થશે, અંદાજિત કિંમત રૂા.૭૦૦ કરોડ. ૬૧૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈ નો લાભ મળશે – કુલ લાભાર્થી ૧૧,૦૦૦ ખેડૂત.
અંદાજિત કિંમત રૂા.૬૨૫ કરોડ. ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાના ૯૯ તળાવોને ફાયદો થશે. ૧૦,૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ-અંદાજીત લાભાર્થી – ૫૦૦૦ ખેડૂત.
મહેસાણાના ૩૩ અને બનાસકાંઠા જિલ્લાના ૬૪ ગામોના કુલ ૬૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો થશે – અંદાજીત લાભાર્થી – ૪૦૦૦ ખેડૂત. મુખ્ય પાઈપલાઈનની લંબાઈ ૬૫ કિ.મી.,વહન ક્ષમતા ૨૦૦ ક્યુસેક. અંદાજિત ખર્ચ રૂા.૫૫૦ કરોડ.
ખારી નદી ઉપર કુલ ૩, પુષ્પાવતી નદી ઉપર કુલ ૧૩, રૂપેણ નદી ઉપર કુલ ૧૮, મેશ્વો નદી ઉપર ૧૨ અને દાતા અને અમીરગઢ તાલુકામાં ૧૦ મોટા ચેકડેમની કામગીરી – કુલ ૫૬ ચેકડેમ. કુલ કિંમત રૂા.૪૩૦ કરોડ. ૫૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો થશે – કુલ અંદાજીત લાભાર્થી ૯૦૦૦ ખેડૂત.
કુલ કિંમત રૂા.૧૪૫ કરોડ. ૩૪૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો-અંદાજીત લાભાર્થી-૪૫૦૦ ખેડૂત.
અંદાજિત રકમ રૂા.૧૨૬ કરોડ, ૮૩૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો. ૧૧ ગામના અંદાજીત ૪૫૦૦ ખેડૂતોને લાભ મળશે.

error: Content is protected !!