જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનું સ્નેહમિલન યોજાયું

0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નેજા હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનું શ્રેય જેનાં ફાળે જાય છે તેવા આ સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી દ્વારા જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ પરીવારો માટે સ્નેહમિલનનું આયોજન કરેલ હતું. આ તકે તમામ ઉપસ્થિત લોકોએ પરશુરામદાદાની મહાઆરતી કરી હતી. બાદમાં દિપક જાેષી, મયુર દવે, જીતુભાઈ દ્વારકાવાળા તેમજ ૧૦૦ કથાકાર અને કર્મકાંડી ભુદેવોનંુ સન્માન કરાયું હતું.
આ તકે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, શૈલેષ દવે, સુભાષ રાવલ, ભરતભાઈ રાવલ, બટુક બાપુ, મનીષભાઈ ત્રિવેદી, વિનુભાઈ જાેષી, અમિત વેગડા, કાર્તિક ઠાકર, વિશાલ જાેષી, પી.સી. ભટ્ટ સહિતનાં ઉપસ્થિત રહયા હતાં. તાજેતરમાં જયદેવભાઈ જાેષીએ જૂનાગઢ વિધાનસભા માટે ઉમેદવારી નોધંવી છે ત્યારે સૌ ભુદેવોએ સંપૂર્ણ સાથ સહકાર આપવા આહવાન કર્યુ હતું.

error: Content is protected !!