સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતીની ઉજવણી

0

સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ કાળવા ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી અને પુષ્પનો હાર પહેરાવીને અભિવાદન કરેલ હતું. આ તકે સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસિયા, કારોબારી સભ્યો પ્રકાશભાઈ ભંગડીયા, ગોપાલભાઈ વાગડિયા, નિરવભાઈ હિરપરા, રમણીકભાઈ કુંભાણી, ઘનશ્યામભાઈ રૂપાપરા, અલ્પેશભાઈ વેકરીયા, શૈલેષ ભુવા તેમજ હરેશભાઈ પરસાણા અને સરદાર પટેલ કર્મચારી મંડળના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!