વડાપ્રધાનના હસ્તે રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જાેડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જાેડવાનું કાર્ય કરે છે. આજે માત્ર બે રૂટનું બ્રોડ ગેજમાં પરિવર્તન જ નથી થયું, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો દિલ્હી અને ઉત્તર ગુજરાત સાથે જાેડશે અને એને પરિણામે અનેક તકોનું સર્જન થશે. આજે ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં વિકાસનાં તમામ ક્ષેત્રની ગતિ અને શક્તિ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. ૨૦૧૪ પહેલાં રેલવે સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની થઈ રહેલી ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે બે રૂટનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ થયું છે, એ કાર્ય દાયકાઓથી અપેક્ષિત હતું. આ બ્રોડ ગેજ રૂપાંતરણથી અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું છે. ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે આજે બહુ મોટો દિવસ છે, એવું તેમણે ઉમેર્યું હતું. લોકાર્પણ થયેલ પ્રોજેક્ટની વિગતો આપતા વડાપ્રધાને કહ્યું કે, અસારવાથી ઉદયપુરની ૩૦૦ કિ.મી.ની લાંબી લાઇન બ્રોડગેજ પરિણમવા થી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રને દિલ્હી અને ઉત્તર ભારતથી જાેડશે, જેનાથી અમદાવાદ અને દિલ્હી માટે વૈક્લિપ રૂટ પણ ઉપલબ્ધ થશે. તદ્‌ઉપરાંત કચ્છ અને ઉદયપુરના પ્રવાસન સ્થળો વચ્ચે સીધી રેલ્વે કનેકટિવીટી સ્થાપિત થવાથી કચ્છ, ઉદયપુર, ચિત્તોઢગઢ અને નાથદ્વારાના પર્યટન સ્થળોને પ્રોત્સાહન મળશે. વધુમાં હિંમતનગરના ટાઇલ્સ ઉધોગ સહિત આ રૂટના અન્ય ક્ષેત્રોમાં પણ કાર્યરત ઓધૌગિક એકમોને વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં રેલ્વે કનેક્ટિવિટી સીમિત હતી તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, દાયકાઓ સુધી ગુજરાતના રેલ્વે કનેક્ટીવીટીને પરીપૂર્ણ કરવા માટે રાહ જાેવી પડી છે. જેતલસર ખંડ સંપૂર્ણરીતે બ્રોડગેજમાં પરિવર્તિત થતાં ભાવનગર અને અમરેલીના લોકોને સોમનાથ અને પોરબંદરથી સીધી કનેક્ટિવીટીનો લાભ મળશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોના પરિવહનનું અંતર અને સમય પણ ઘટશે. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ, પોરબંદરમાં એક વૈક્લિપ રૂટના રૂપમાં ઉપલબ્ધ બનશે.

error: Content is protected !!