જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોરબી બનાવના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

0

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની જીવલેણ ઘટના બની અને જાેતજાેતામાં ૧૩૫ લોકો મોતનાં મુખમાં હોમાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારની રજાનો દિવસ હોવાથી લોકો ફરવા માટે ઝુલતા પુલ ઉપર ગયાં હતાં જ્યારે અચાનક પુલ તુટી પડતાં અનેક નિર્દોષ જીવોની ઝીંદગી હતી ના હતી થઇ ગઈ. મોરબી ૧૯૭૯ની હોનારત હજુ ભુલી નથી શક્યું ત્યાં ફરી એકવાર ગોઝારી મચ્છુ અનેક લોકોને ફરી એકવાર ગોઝારી બની ભરખી ગઈ હતી. ત્યારે આ બનાવમાં મૃતકોનાં દિવ્ય આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા, મહાનગર યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી અભય રીબડીયા, વિનસ હદવાણી તથા યુવા મોરચાના હોદેદારો-કાર્યકરો દ્વારા મૃતક આત્માની શાંતિ મળે અને તે દરેક પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!