મોરબી બ્રિજ તૂટી પડવા વિષે પાંચ તથ્યો જે આપદાનું બીજું પાસું દેખાડે છે

0

ગુજરાતનાં મોરબી શહેરમાં સદીઓ જુનાં ઝૂલતા પુલનાં તૂટી જવાને કારણે રવિવારે સાંજે પાણીમાં પડીને સેંકડો લોકોનાં મોત થયા હતા જેમાં સોમવારે સાંજ સુધી મોતનો આંકડો ૧૪૧ ઉપર પહોંચ્યો હતો. રાજયનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બચાવ અભિયાન પુરજાેશમાં ચાલુ છે અને ૧૭૭ લોકોને બહાર કઢાયા છે જયારે બે લોકો હજુ ગુમ છે. ૧૯ લોકોની સારવાર ચાલુ છે. જયારે પુલ તૂટયો ત્યારે તેનાં ઉપર પ૦૦થી વધુ લોકો હતા જેમ અહેવાલોમાં કહેવાય છે.
બ્રિજ તુટવા અંગે પાંચ તથ્યો
૧. સસ્પેન્શન બ્રિજનાં પૂર્નઃ નિર્માણ અને ર૬મી ઓકટોબરથી તેને ફરી ખોલવા અંગેનાં છેલ્લા કેટલાક મહિનાની કવાયતની માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે, સરકારનું ટેન્ડર મેળવ્યા પછી ખાનગી સંસ્થા ઓરેવા દ્વારા નવીનીકરણનું કામ હાથ ધરાયું ત્યારે પુલ સાત મહિના માટે બંધ કરી દેવાયો હતો તેમ સમાચાર એજન્સીનાં અહેવાલમાં જાણવા મળ્યું હતું.
ર. મોરબી મ્યુનિસિપલ કોર્પોેરશનનાં પ્રમુખ સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, એવો આરોપ છે કે, કંપનીએ બ્રિજ ખોલતા પહેલા સત્તાવાળાઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યો નથી.
૩. ઝાલએ વધુમાં કહ્યું કે, આ સરકારી ટેન્ડર હતું. ઓરેવા ગ્રુપે પુલ ખોલતા પહેલા બ્રિજની મરામત અને ગુણવત્તાની ચકાસણીની વિગતો આપવાની હતી પણ તેણે તેમ કહ્યું ન હતું. આ અંગે સરકારને કોઈ જાણ નથી.
૪. સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં કેટલાક લોકો પુલનાં વાયરને પકડીને હલાવતા દેખાય છે જાણે કે તેઓ વાયરને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવો દાવો કરાય છે કે, આ કૃત્ય પુલનાં નચે પડવાનાં કારણોમાંથી એક હતું. જાે કે, કેટલાક ફેકટ ચેકર્સ દ્વારા આ વીડીયો જુનો હોવાનું કહેવાય છે. આ અંગે હજુ પણ ચોક્કસ માહિતી નથી.
પ. શ્રમ અને રોજગાર રાજયમંત્રી બ્રિજેશ મેરાજને ટાંકીને સમાચાર એજન્સી દ્વારા જણાવાયું છે કે, આ બ્રિજનું ગયા અઠવાડિયે જ નવીનીકરણ પૂર્ણ થયું હતું. અમને આશ્ચર્ય છે અમે ઘટનાનાં કારણો ચકાસી રહ્યા છીએ.

error: Content is protected !!