૧૦૦ લોકોનાં જીવ બચાવનાર મુસ્લિમ સમાજનાં યુવકોને એવોર્ડ એનાયત કરો : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

0

મોરબી ખાતે જે ઝૂલતો પુલ ધરાશાયી થયો અને જે કરૂણાંતિકા સર્જાઈ તેમાં ખૂબ ઝાઝા લોકોનાં મૃતયું થયા છે જે સમાચાર દુઃખ પમાડનારા છે. આજે સવારથી મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મોહમ્મદ જાવેદ પીરજાદા ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો સાથે મોરબીની મુલાકાતે જવાનું થયું, જેમાં મુલાકાત દરમ્યાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા, મૃત્યું પામનાર હતભાગી પરિવારજનોને મળ્યા અને આ દુર્ઘટના જે જગ્યાએ સર્જાઈ છે એ વિસ્તારની પણ મુલકાત લીધી અને સ્થિતિનો તાગ મળવ્યો હતો. કોંગ્રેસનાં લઘુમતી સમાજનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવ્યું હતું કે, મોરબીમાં મુસ્લિમ સમાજનાં યુવકો દ્વારા કોમી એકતા અને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. વીસીપુરા અને મકરાણી વાસનાં યુવકોને જાણ થતા તાત્કાલીક સ્થળ ઉપર જઈને અંદાજે ૧૦૦ લોકોનાં જીવ બચાવ્યા છે અમે સરકારને માંગણી કરીએ છીએ કે આ મુસ્લિમ સમાજનાં યુવકોને એમને કામગીરીને બિરદાવીને એમને એવોર્ડ એનાયત કરવા જાેઈએ એમનું સન્માન થવું જાેઈએ. આ અસરગ્રસ્ત પરિવાર પોતે ગુમાવેલા સ્વજનો તો પરત નહી મેળવી શકે એ આપણે જાણીએ છીએ પણ આ પરિવારજનોને થોડી મદદ મળી રહે તે માટે દિગ્વિજયસિંહે રાજય સરકાર સહાય કરે અને આવા પરિવારજનો માટે કાયમી સરકારી નોકરીની વ્યવસ્થા કરે એવી માંગ કરી તે આવકાર્ય
છે.

error: Content is protected !!