મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા મૃતકોને દ્વારકાવાસીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી

0

તાજેતરમાં મોરબીમાં ઝુલતો પુલ તુટવાની બનેલી ઘટનાને પગલે કેટલાય નિર્દોષ લોકોનાં મૃત્યું થયા હોવાનાં સમાચાર પ્રસરતા સમગ્ર ગુજરાત રાજયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગતોનાં આત્માને શાંતિ મળે તે માટે દ્વારકા મંદિર ચોક વિસ્તારમાં દ્વારકાધીશજીની સન્મુખ મીણબતી પ્રગટાવીને કાળીયા ઠાકોરને પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. આ તકે નગરપાલીકાનાં પ્રમુખ જયોતીબેન સામાણી, વિજય બુજડ, અરવિંદ રાયમંગીયા, કે.જી. હીન્ડોચા સહિતનાં આગેવાનો અને દ્વારકાવાસીઓ જાેડાયા હતાં.

error: Content is protected !!