ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસની બોટમાં યાત્રિકોને સુરક્ષા ના આપી શકનારા તંત્ર દ્વારા યાત્રિકોની આવન-જાવન ઉપર નિયંત્રણ !!?

0

મોરબીની દુઃખદ ઘટના બાદ મીડિયા દ્વારા ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાએ રૂબરૂ જઇ લાઈવ પ્રસારણ દ્વારા દરેક જગ્યાએ ચાલતા લોલમલ્લોલની વિગતો વાયરલ કર્યા બાદ તેમાંથી બોધપાઠ લઈ હરકતમાં આવેલ તંત્ર દ્વારા જયાં ત્યાં એકઠી થતી ભીડ ઉપર સુરક્ષાની વ્યવસ્થા કેવી ચાલે છે તે અંગે ચેકીંગ હાથ ધરી જેતે સ્થળો ઉપરના સ્થાનિક અધિકારીઓને જવાબદારી સોપી નવેસરથી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહેલ છે. ત્યારે અહીં નજીકના યાત્રાધામ બેટ દ્વારકા કે જે કુદરતી રચનાઓ અન્વયે ચારે બાજુ સમુદ્રના પાણી વચ્ચે આવેલ ટાપુ ઉપર આવેલ છે અને તે રાહ રસ્તે જાેડાયેલ ના હોય ત્યાં આવવા-જવા માટે એકમાત્ર વિકલ્પ ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ જ છે. જેના ચાલતા લોલમલ્લોલ વહિવટના બહાર આવેલ સમાચારો અને વાયરલ થયેલા વીડિયો બાદ તંત્ર દ્વારા આ અંગે અમલી યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યાબાદ હકિકતમાં સમાચારો સત્ય હોવાનું જણાતા અને આ અંગે કોઈ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં વધુ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓખાથી સાંજે ૫ઃ૩૦ કલાક બાદ કોઈપણ યાત્રિકોને બોટ દ્વારા બેટ જવાની મનાઈ ફરમાવી સ્થાનિકોને પણ સાંજના ૭ વાગ્યા બાદ ઓખા-બેટ દ્વારકા આવવા કે જવા ઉપર પ્રતિબંધ ફરમાવી સ્થાનિકોને પણ સાંજના ૭ વાગ્યા બાદ ઓખા-બેટ દ્વારકા આવવા કે જવા ઉપર પ્રતિબંધ ફરમાવી પોતાની પ્રજાને સુરક્ષા આપવા અંગેની જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા હોવાનું જણાય છે. હકિકતમાં બપોરે ૧૨ઃ૩૦ કલાકે બેટમાં આવેલ શ્રી દ્વારકાધીશનું મંદિર બંધ થાય બાદ સાંજે ૫ કલાકે ખુલ્લે છે અને હવે આ નિયંત્રણની કોઈ જાહેરાત કર્યા વગર અમલી બનાવવામાં આવેલ હોય બપોર બાદ તાલુકાના અન્ય ધાર્મિક સ્થાન નાગેશ્વર મંદિર ઉપર દર્શન કરી બેટ દ્વારકા જવા આવતા યાત્રિકોને દર્શન કર્યા વગર પરત ફરવું પડે છે અથવા રાત્રી રોકાણ કરવું પડે અને ડબલ ખર્ચ ભોગવવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયાનું બહાર આવેલ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીના દિવસો દરમ્યાન તંત્ર તેમાં વ્યસ્ત હશે ત્યારે આ અંગે યાત્રિકોની સુવિધાઓ અંગે કોણ યોગ્ય ર્નિણય લેશે તે પ્રશ્ન ઉપસ્થિત થવા સાથે ખરેખર તે અન્વયે આવો તઘલખી ર્નિણય લેવામાં આવ્યાનું પણ નકારી શકાતું નથી.

error: Content is protected !!