ભેંસાણ તાલુકા છોડવડી ગામે ગળાફાંસો ખાઈ યુવતીનો આપઘાત

0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોડવડી ગામે રહેતા માનષીબેન રોનકભાઈ ગોંડલીયા(ઉ.વ.રર)એ ચારેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય અને બાદમાં તેઓનાં જ્ઞાતિનાં રીતરીવાજ મુજબ લગ્ન કરેલ હોય આ દરમ્યાન તેઓનાં સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ અપાતા છેલ્લે છ માસથી માનષીબેન પોતાનાં માવતરનાં ઘરે રીસામણે હોય અને આ બાબતે લાગી આવતા તેઓએ પોતાનાં પિતાનાં ઘરે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. ભેંસાણ પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી તાલુકાનાં નવલખી ગામે જુગાર દરોડો : પ ઝડપાયા
વંથલી પોલીસે નવલખી ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.ર,પ૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!