ભવનાથ વિસ્તારને સાલયન્સ ઝોન કરવા જાગૃત નાગરીકની માંગણી

0

જૂનાગઢનાં જાગૃત નાગરિક સરોજબેન ડી. રાઠોડે જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન-મર્યાદા ઝોન અંગે પ્લાસ્ટીક મુકત કરવા અંગે અધિક કલેકટર શ્રી બાંભણીયાને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં ગિરનાર ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્ર અત્યંત ધાર્મિક અને આધ્યાત્મીક ધામ છે. પ્રકૃતિ, પર્યાવરણથી ભરપુર આ ક્ષેત્રમાં અનેક પશુ, પંખી, પ્રાણીઓ, સાધુ-સંતોનાં જપ, તપ, ધ્યાનમાં શાંતિ રહે માટે શકય હોય તો મહિનામાં એક-બે દિવસ સાઈલન્સ ઝોન, વાહન પ્રતિબંધ વિસ્તાર, ધર્મક્ષેત્રોમાં મર્યાદાપૂર્ણ વસ્ત્રો સાથે જવું. માન, મર્યાદા, મોભો જળવાય તેવી તમામ સ્ત્રી-પુરૂષોનો સુચના કરવા વિનંતી કરી છે.

error: Content is protected !!