Friday, June 9

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ : કામોનાં નિકાલ કરવા આદેશ

0

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરી જનરલ કચેરીની કામગીરી, શાખાઓમાં કામગીરી પેન્ડેન્સી અને સાથે અગત્યની ચૂંટણી કામગીરીને લઇને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્રના સતત પ્રયત્નો અને કામગીરી દ્વારા જિલ્લામાં કલેકટર કચેરીમાં ૬ માસ ઉપરના કોઈપણ રેવન્યુ કેસ બાકી નથી. જે માટે જરૂરી મિટિંગો અને ફોલોઅપ વહીવટીતંત્ર દ્વારા સતત કરવામાં આવે છે અને તે માટે વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત ચૂંટણી જાહેરાત પૂર્વેની તૈયારીઓ, કચેરીઓ વચ્ચે સંકલન તેમજ સમયમર્યાદામાં કરવાની થતી કામગીરી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!