જૂનાગઢ મનપા દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજનાનો લાભ ૩૧ ડીસેમ્બર સુધી અપાશે

0

જૂનાગઢ શહેરમાં વ્યવસાય, વ્યાપાર, ધંધો-રોજગાર વેરા અન્વયેનાં ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરાનો કાયદો અમલમાં મુકેલ છ. જે અંતર્ગત સરકારનાં આદેશ અનુસાર વ્યવસાય વેરા સમાધાન યોજના-ર૦રર અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત રાજય સરકારે ઠરાવ્યા અનુસાર નોંધણી નંબર કે એનરોલમેન્ટ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા તેમજ તે મેળવેલ હોય, પરંતુ ભરવાપાત્ર વેરો ભરેલ ન હોય કે વેરો ઉઘરાવેલ જ ન હોય અને પોતાની આવી ક્ષતિ સુધારવા ઈચ્છતા કરદાતાઓ માટે રાહત યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેનો લાભ લેવા નગરજનોને અપીલ કરાઈ છે. મનપાનાં કમિશ્નર દ્વારા વધુ એક યાદીમાં જણાવેલ છે કે વ્યવસાય કરતી વ્યકિત કે સંસ્થા જેઓ વ્યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી તેઓ આ વેરા સમાધાન યોજનાના સમય દરમ્યાન વ્યવસાય વેરા નંબર મેળવવા અરજી કરી ચલણ રજુ થયેલી એનરોલમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે. અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાં મુકિત આપવામાં આવશે. જે વ્યવાસયીઓ વ્યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ કોઈ કારણોસર વ્યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાનાં કસુરદારો જેટલા વર્ષનો વ્યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાય વેરાની રકમ નિયત દરે ભરી અરજી કરે તો આવકારવાપાત્ર વ્યાજમાંથી મુકિત આપવામાં આવશે. આ યોજના અન્વયે કામે રાખનાર નિયોકતા કે જેઓએ વ્યવસાય વેરા હેઠળ નોંધણી નંબર મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ નથી તેમજ સરકારમાં જમા કરાવેલ નથી તેઓ આ વેરા સમાધાન યોજના સમય દરમ્યાન રજીસ્ટ્રેશન મેળવવા અરજી કરી ચલણ રજુ થયેથી રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે. નિયોકતાએ તેમનાં વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સંબંધીત સત્તાધિકારી સમક્ષ જમા કરાવેલ ન હોય તેવા નિયકતો જાે ઉઘરાવેલ વ્યવસાય વેરાની રકમ માસિક દોઢ ટકા લેખે વ્યાજ સહીત ભરે તો તેઓને દંડકીય કાર્યવાહીમાં મુકિત આપવામાં આવશે. આ બાબતોની વિસ્તૃત જાણકારી વ્યવસાય વેરા શાખા રૂમ નં. ર૦૭, બીજાે માળ, મનપા કચેરી, આજાદ ચોક, જૂનાગઢ ખાતેથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા શહેરીજનોને કમિશ્નર દ્વારા અનુરોધ કરાયેલ છે.

error: Content is protected !!