જૂનાગઢ રૂગનાથજી હવેલીએ અન્નકૂટ દર્શન યોજાયા

0

દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી હવેલીમાં કારતક સુદ નોમના દિવસે રૂગનાથજી હવેલીના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત અને આરતીબેનના માર્ગદર્શન હેઠળ સવારે ગોવર્ધન પૂજા અને બપોરે અન્નકૂટ દર્શન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલ અન્નકૂટ દર્શનમાં ઠાકોરજીને અનેરા શણગાર તેમજ વિવિધ વાનગીઓનો ભોગ પધરાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!