જૂનાગઢના સોરઠ ચોકી ગામે રહી કારખાનામાં મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો મહાદેવ થાનસિંગ ભેડીયા(ઉ.વ.૩૦) સાંજે ઘર નજીક રસ્તો ઓળંગતો હતો ત્યારે એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. મહાદેવને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેને રાજકોટ ખસેડાયો હોય હોસ્પિટલ ચોકીના સ્ટાફે જૂનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી.
વિસાવદરમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા
વિસાવદર પોલીસે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતા વિસાવદરમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.ર,૭૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.