ભારતમાં રોકાણનો અર્થ લોકશાહી પધ્ધતિ અને સુરક્ષિત સ્થાનમાં રોકાણ છે : વડાપ્રધાન મોદી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાનાં મૂળભૂત સિધ્ધાંતો મજબૂત છે. તેમણે આ સુધારાઓ પ્રત્યે તેમની સરકારની પ્રતિબધ્ધતાને સમર્થન આપતા દેશમાં વધુ રોકાણની માંગ કરી હતી. ભારતમાં રોકાણનો અર્થ લોકશાહીમાં રોકાણ કરવું, વિશ્વ માટે રોકાણ કરવું અને વધુ સારા, સ્વચ્છ અને સુરક્ષીત ગ્રહ માટે રોકાણ કરવું થાય છે. તેમણે રાજયની ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ, ઈન્વેસ્ટ કર્ણાટક ર૦રરનાં ઉદઘાટન સમારોહને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. દેશનાં સ્થાનિક બજારો તેનાં લોકોની આકાંક્ષાઓને કારણે મજબૂત હોવાનું નોંધતા તેમણે જાહેર કર્યું કે, નવા ભારતનું નિર્માણ માત્ર સુધારાઓ, વિશાળ ઈન્ફ્રાન્સ્ટ્રકચર અને શ્રેષ્ઠ પ્રતિભાથી જ શકય બને છે. ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા માટે અમારા ફંડામેન્ટલ્સને મજબુત કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. ભારતીય અર્થવ્યવસ્થાનાં માર્ગને સમજવાની જરૂરિયાત ઉપર ભાર મુકતા મોદીએ ૯-૧૦ વર્ષ પહેલા જયારે દેશ નીતિ અને અમલીકરણ-સંબંધિત મુદ્દાઓ સાથે ઝઝૂમી રહ્યો હતો ત્યારે તેમનાં અભિગમમાં પરિવર્તન સમજાવ્યું હતું.

error: Content is protected !!