ગિરનારની લીલી પરિક્રમા શાંતીપૂર્વક ભાવિકો કરી શકે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

0

નવનિયુક્ત રેન્જ આઈજીએ કર્યું પરિક્રમા રૂટનું નિરીક્ષણ : ૩૬ કિમીરૂટનું નિરીક્ષણ કરી એક્શન પ્લાન ગોઠવ્યો

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે આવતીકાલ શુક્રવારે મધ્ય રાત્રીથી લીલી પરિક્રમાનો વિધીવત પ્રારંભ થઈ રહ્યો છે. જાેકે, આ પરિક્રમામાં ભાગ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે ત્યારે વહેલી પરિક્રમા શરૂ થઈ ચુકી છે. આ પરિક્રમા શાંતીપૂર્ણ સંપન્ન થાય અને કોઈ જાતનાં અનીચ્છનીય બનાવ બને નહી તે માટે તકેદારીનાં સંપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઈને મર્યાદિત સંખ્યામાં યાત્રિકોને મંજુરી આપીને પરિક્રમા યોજવામાં આવી હતી પરંતુ આ વર્ષે તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવતા ઓણસાલ યોજાનાર પરિક્રમામાં ૧૫ લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી તંત્રને ધારણા છે. જેને લઈને લાખો યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગે એક્શન પ્લાન બનાવ્યો છે, રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડાએ જાતે પરિક્રમા રૂટ ઉપર પગપાળા જઇને અવલોકન કર્યું હતું. સાથે જીણાબાવાની મઢીના મહંત સાથે વાતચીત કરી પરિક્રમા અંગે માહિતી મેળવી હતી. પરિક્રમાના જાણકાર પોલીસ કર્મીઓ સાથે પણ પરિક્રમા અંગે વાતચીત કરી હતી. યાત્રિકોની સલામતી માટે વિવિધ પ્રકારની ૪૦ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે, જેમાં પોલીસ, વન વિભાગ અને આરોગ્ય સહિતનો સ્ટાફ વાયરલેસ સેટ સાથે સજ્જ રહેશે. તેમજ બે હજાર જીઆરડી, હોમગાર્ડ સહિતના ૪ હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તને વિવિધ ડીવાયએસપીની નીગ્રાનીમાં પાંચ ઝોનમાં વહેંચીને પ્લાન બનાવવામાં આવ્યો છે. સાથે ભવનાથ જવાના અને આવવાના તમામ રોડ-રસ્તાઓ ઉપર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

error: Content is protected !!