જૂનાગઢ શહેરના ચામડીના નિષ્ણાંત (સ્કીન સ્પેશ્યાલીસ્ટ) ડો.એન.ડી.ખારોડની ખ્યાતી સૌરાષ્ટ્ર ગુજરાતના સિમાડા વટાવી અને દુર દુર સુધી પહોંચી ગઈ છે તેમની પાસે ચામડીના વિવિધ પ્રકારના આવેલા અતિ જટીલ કેસોમાં પણ તેઓના સચોટ નિદાન અને સારવારથી અનેક દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું છે છેલ્લા ૩૬ વર્ષોથી ચામડીના નિષ્ણાંત ડોકટર તરીકેની તેઓની સારવાર અતિ ઉત્તમ રહી છે. હાલ તેઓ વિદેશના પ્રવાસે ફેબ્રુઆરી માસ સુધી હોય જેથી આ દરમ્યાન તેઓની પાસે આવનારા દર્દીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે માટે ટેલીમેડીસીન પધ્ધતી દ્વારા દર્દીઓની તપાસ અને નિદાન કરવામાં આવી રહેલ છે.
શરીરના કોઈપણ ભાગમાં ચામડીનું કોઈપણ દર્દ હોય ખાસ કરીને ન મટતા, હઠીલા ચામડીના રોગો, સફેદ ડાઘ તેમજ મોઢા ઉપરના ખીલ વગેરેના કારણે માણસનું સૌદર્ય ખરાબ થઈ જતું હોય છે અને દેખાવે પણ નબળું પડતું જતું હોય તેવા ઘણા દર્દીઓને જીવન બોજ જેવું લાગતું હોય આવા સમયે જેમ અણધારી મદદ મળતી હોય છે તેમ આવા દર્દીઓને પણ ઉત્તમ અને સચોટ સારવાર માટે જૂનાગઢના નિષ્ણાંત ડો.એન.ડી.ખારોડનો સહારો અને હુંફ મળી છે. ન મટતા હઠીલા ચામડીના રોગોનું નિરાકરણ, સફેદ ડાઘની ગુજરાતમાં અકસીર સર્જરી તેમજ સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ એકસકલુઝીવ ખીલ સારવાર કેન્દ્ર પણ ડો.એન.ડી.ખારોડનું કલીનીક બનેલ છે. છેલ્લા ૩૬ વર્ષથી તેઓ ચામડીના વિવિધ પ્રકારના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડર્મોલોજીસ્ટ પ્રેકટીસમાં સફળતાના કિર્તી સ્તંભો સ્થાપ્યા છે અને અત્યાર સુધીમાં પ૦ હજારથી વધુ દર્દીઓની સફળ સારવાર તેઓએ કરી છે. શરૂઆતના તબબકકામાં દર્દીઓને પોતાના કલીનીક ખાતે લાવવામાં થોડો સમય કપરો રહ્યો હતો પરંતુ જૂનાગઢ તેમજ આસપાસના અને દુરદુરથી આવેલા ચામડીના વિવીધ પ્રકારના રોગોથી ગ્રસ્ત દર્દીઓને સચોટ નિદાન દ્વારા ડો.એન.ડી.ખારોડે ઉત્તમ સારવાર પૂરી પાડી અને સફળ લક્ષ્યાંક સિધ્ધ કરવાના પગલે તેમની ખ્યાતી ચોમેર પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં ડો.એન.ડી.ખારોડે જણાવ્યું હતું કે તેઓએ તેમની પાસે આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પુરી પાડી છે. એટલું જ નહી કયારેય પણ નિદાન અને સારવાર માટે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે અહીં આવનાર પ્રત્યેક દર્દી વ્યથિત થઈને આવેલ હોય છે પરંતુ શ્રેષ્ઠ સારવાર થકી આ દર્દી જયારે રવાના થાય છે ત્યારે તેના મુખ ઉપર ખિલખિલાટ હાસ્ય પ્રસરી જતું હોય છે અને એ જ અમારી સેવાની સાચી મૂડી છે. ડો.એન.ડી.ખારોડની ચામડીના નિષ્ણાંત ડોકટર તરીકેની લાંબા કાળની યશસ્વી સેવાના કારણે તેઓને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનીત કરવામાં આવેલ છે અને વિજયશ્રી તરીકે સન્માનીત થયા છે. હાલ તેઓ ફેબ્રુઆરી સુધી વિદેશના પ્રવાસે હોય તેમ છતાં તેઓના દર્દીઓને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. તેઓએ ટેલીમેડીસીન સેન્ટરના માધ્યમથી દર્દીઓને તપાસ કરી શકે છે અને માર્ગદર્શન પણ પુરૂ પાડી રહેલ છે સૌરાષ્ટ્રનું પ્રથમ સ્પેશ્યાલીસ્ટ ટેલીમેડીસીન સેન્ટર તેઓનું કાર્યરત છે અને અધ્યતન ટેકનોલોજી દ્વારા કેનેડાથી જૂનાગઢમાં દર્દીઓને માર્ગદર્શન આપનારા ગુજરાતના સર્વ પ્રથમ ડર્મેલોજીસ્ટ બની શકયા છે.
ડો.એન.ડી.ખારોડ વિદેશ યાત્રાએ : દર્દીઓને ટેલીમેડીસીન પધ્ધતીથી તપાસ અને નિદાન કરાશે
જૂનાગઢના ચામડીના નિષ્ણાંત ડો.એન.ડી.ખારોડ આગામી ફેબ્રુઆરી માસ સુધી વિદેશ હોય આ સમયગાળા દરમ્યાન તેમની પાસે સારવાર લેવા આવતા દર્દીઓને ટેલીમેડીસીન પધ્ધતીથી તપાસ અને નિદાન કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચામડીના નિષ્ણાંત ડોકટર તરીકે ખુબ જ સારી સારવાર આપી રહેલ ડો.એન.ડી.ખારોડના જૂનાગઢ ખાતેના કલીનીકમાં જૂનાગઢ શહેર તેમજ દુરદુરથી પણ ચામડીના વિવિધ પ્રકારના રોગોથી પિડાતા દર્દીઓ તેમની પાસે આવે છે અને ડો.એન.ડી.ખારોડના સચોટ નિદાન અને માર્ગદર્શન અને સારવાર પધ્ધતીથી સંખ્યાબંધ કેસોમાં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે અને નવી જીંદગીની શરૂઆત પણ કરી દીધી છે. હજારો દર્દીઓએ ડો.એન.ડી.ખારોડની સારવાર મેળવી અને સુખી જીવન જીવી રહ્યા છે. નામના પ્રાપ્ત એવા ડો.એન.ડી.ખારોડ આગામી ફેબ્રુઆરી ર૦ર૩ સુધી વિદેશ યાત્રાએ ગયેલા હોય ત્યારે તેમની પાસે સારવાર માટે આવતા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને તપાસ અને નિદાન થઈ શકે તે માટે સરકારની ગાઈડ લાઈન અનુસાર ટેલીમેડીસીન પધ્ધતીથી તપાસ અને નિદાન કરવામાં આવશે સવારે ૧૦ થી ૧ર અને સાંજે ૬ થી ૮ દરમ્યાન તેઓ સેવા આપશે. આ સુવિધાનાો લાભ લેવા માંગતા દર્દીઓએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન/ફોન ઉપર એપોઈન્ટમેન્ટ બુકીંગ કરાવવું તેમજ જરૂરી રેકોર્ડ તથા અન્ય ડોકયુમેન્ટ આપવા તેમજ ત્રીજા સ્ટેપમાં ડો.એન.ડી.ખારોડ દ્વારા પ્રત્યક્ષ તપાસ અને નિદાન તેમજ એચ.ડી. ઓડિયો, વિડીયોના માધ્યમથી આપવામાં આવશે. જયારે સ્ટેપ ચારમાં ચોકકસ તપાસ અને નિદાન બાદ ડીજીટલ પ્રિસ્ક્રીપ્સન અને દવાની સુચનાઓ આપવામાં આવશે અને ત્યારબાદ સ્ટેપ પાંચમાં સમયસર ફોલોઓપ લેવું પણ જરૂરી છે. જૂનાગઢના બાલાજી કોમ્પલેક્ષ પહેલો માળ દ્વારકાધીશ માર્કેટની બાજુમાં ડો.એન.ડી.ખારોડનું કલીનીક આવેલું છે અને ટેલીમેડીસીન પધ્ધતીથી તપાસ અને નિદાન માટે એપોઈન્ટમેન્ટ લેવા માટે મો. ૯૧૦૧૬૦ ર૬૧પ૦, ૮૦પ૦૧ ૬ર૯૦ર, ૯૦૩૩ર ૪પ૮૭૯નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.