જૂનાગઢમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે દરોડાની કાર્યવાહી કરી અને એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આપેલ વિગત અનુસાર, જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ગોંધીયા(ઉ.વ.૪૮) રહે.હાઉસીંગ બોર્ડ કોલોની, બ્લોક નં-૩૪ર એલ-૪૩ વાળાએ આ કામનાં આરોપી રીમો નામનાં શખ્સ પાસેથી ગેરકાયદેસર પાસ-પરમીટ વગર નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મેળવી અને પોતાનાં કબ્જા ભોગવટાનાં મકાનમાં રાખેલ હોય જે રેડ દરમ્યાન ગાંજાનો જથ્થો ૩.૧૮૪ કિલો ગ્રામ રૂા.૩૧,૮૪૦ તથા મોબાઈલ વિગેરે મળી કુલ રૂા.૩ર,૩૪૦નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. પોલીસે જીજ્ઞેશ ઉર્ફે જીગાને ઝડપી લીધેલ છે જયારે રીમો હાજર નહી મળી આવતા બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડા નજીકથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો
મેંદરડા પોલીસે ગઈકાલે ગુંદીયાળી થી કાઠાળા નેશવાળા રસ્તા ઉપરથી ગુલાબખાન મહંમદખાન બ્લોચ(ઉ.વ.ર૭)ને ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૦ રૂા.૧ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે અન્ય એક શખ્સ હાજર નહી મળી આવતા બે સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપરથી જુગાર રમતા બે મહિલા સહિત સાત ઝડપાયા
જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ખામધ્રોળ રોડ, હેમાવંત સોસાયટી નજીકથી જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત સાતને રૂા.૧૧,૩૬૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

 

error: Content is protected !!