પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાની પ્રકૃતિ મિત્રની ઝુંબેશની એક ઝલક

0

ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમાનો ૩ નવેમ્બર ગુરૂવારની વહેલી સવારનાં પ વાગ્યાથી પ્રારંભ થઈ ગયો છે. દરમ્યાન લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુકત બનાવવા પ્રકૃતિ મિત્રની ટીમનાં ૧પર સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પરિક્રમા શરૂ થાય તે પહેલા આવેલા ભાવિકો પાસેથી પ્લાસ્ટિક એકત્ર કરવાની શરૂઆત કરાઈ હતી. દરમ્યાન બુધ અને ગુરૂવાર સુધીમાં ૧,પ૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી ભાવિકોને કાપડની ૭૦,૦૦૦ થેલીનું ફ્રિમાં વિતરણ કરવામાં આવ્યું હોવાનું પ્રકૃતિ મિત્ર સંસ્થાનાં ફાઉન્ડર અને ચેરપર્સન ડો. ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું.

error: Content is protected !!