ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જાેવા મળ્યો

0

ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો અમુક મિનિટો માટે જાેવા મળ્યો હતો. રાજયમાં સાંજે ધુંધળું વાતાવરણ વચ્ચે શરૂઆતમાં નિરાશા તો કયાંક માત્ર ચાર મિનિટ માટે ચંદ્રના ઉદય સાથે ગ્રહણ જાેવા મળ્યું હતું. લાલ રંગના ચંદ્રના દર્શન ગ્રસ્તોદય સ્થિતિમાં નિહાળી લોકો રોમાંચિત થયા હતા. રાજયમં ભારત જન વિજ્ઞાન જાથાએ ગ્રહણ સમયે ચા-નાસ્તો યોજી ગેરમાન્યતાનું ખંડન કરી લેભાગુઓની નકારાત્મક આગાહીઓની હોળી કરવામં આવી હતી. દુનિયાના ખગ્રાસ ચંદ્રગ્રહણના વિસ્તારમાં લાખો-કરોડો લોકોએ ગ્રહણ નિહાળી ઝુમી ઉઠયા હતા. અમેરિકાના લોકોએ ખગ્રાસ ચંદ્રગ્રહણનો ભરપુર આનંદ લૂંટયો હતો. ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ બપોરે ર કલાક ૩૯ મિનિટે શરૂઆત થઈ હતી, ગ્રહણ મોક્ષ સાંજે ૬ કલાક ૧૯ મિનિટે થયું હતું. ગ્રહણની અવધિ ૩ કલાક ૪૦ મિનિટ સુધી રહી હતી. ભારતના લોકોને ગ્રસ્તોદય સ્થિતિમાં ગ્રહણ જાેવા મળ્યું હતું. પુર્વીય વિસ્તારના લોકો સ્પષ્ટ નજારો મિનિટો માટે જાેઈ શકયા હતા. જયારે વિદેશમાં એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક અને અમેરિકામાં અદ્દભુત આહલાદક જાેવા મળ્યું હતું. ચંદ્રની વિવિધ કળા નિહાળી લોકો રોમાંચિત થયા હતા. વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો કર્યા હતા. રાજયમાં ચંદ્રના ઉદય સાથે ગ્રહણ લોકો નિહાળી શકયા હતા. તો અમુક વિસ્તારમાં ધુંધળું વાતાવરણે ચંદ્રગ્રહણ જાેઈ શકયા ન હતા તેની માહિતી મળી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાં ગ્રહણ સમયે ચા-નાસ્તો કરી લેભાગુઓની નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવી હતી.

error: Content is protected !!