કહેવાતી ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનાં ૪૦,૦૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે

0

કેન્દ્રની ભાજપ સરકાર-કાઉન્સિલને લીધે ગુજરાતના ૪૦,૦૦૦ વિદ્યાર્થીનીઓના ભવિષ્ય – પ્રવેશ પ્રક્રિયા અટવાઈ પડી છે. કહેવાતી ડબલ એન્જીનની ભાજપ સરકારની ભ્રષ્ટાચારી રીતરસમ ઉપર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર -પ્રવક્તા અને શિક્ષણવીદ ડો. મનિષ દોશી જણાવ્યું હતું કે, મેડિકલની સાથે જ પેરામેડિકલની પ્રક્રિયા થશે તેવી જાહેરાત પછી મેડિકલના પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો છતાં આર્યુવેદિક હોમિયોપેથી નર્સિંગની કોલેજાેને મંજૂરીના ઠેકાણા નથી. કહેવાતી ડબલ એન્જીન સરકારનાં ભાજપ સરકારનાં કુશાશનમાં ગુજરાતનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. ૩૦ હજાર જેટલી બેઠકો માટે ૪૦ હજાર વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટમાં સમાવેશ છે. ધોરણ ૧૨ના પરિણામ અને રજીસ્ટ્રેશનના મહિનાઓ વીતી ગયા છતાં કોલેજાેને મંજૂરી ન મળતા ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો અન્યાય થયો છે સાથોસાથ ગુજરાતના વિદ્યાર્થીઓ અવઢણ ભરી પરિસ્થિતિમાં મુકાયા છે. કાઉન્સિલ દ્વારા હજુ સુધી ઇન્સ્પેકશન કામગીરી ચાલી રહી છે ક્યારે મળશે મંજૂરી ? ક્યારે થશે પ્રવેશ પ્રક્રિયા ? અંગે જવાબ દેવા કોઈ તૈયાર નથી. જે કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાત વિરોધી – વિદ્યાર્થી વિરોધીનીતિઓને દર્શાવે છે. ગુજરાતમાં આયુર્વેદિક હોમિયોપેથી અને નર્સિંગની કોલેજાેને મંજૂરી ન મળવાથી પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડવાથી ગુજરાતના હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પ્રવેશ વિના અટવાઈ પડ્યાં છે. કેન્દ્ર ભાજપ સરકાર હસ્તકની કાઉન્સિલની મનમાનીનો ભોગ ગુજરાતનાં મેડિકલ શ્રેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઇચ્છતા યુવાનો બની રહ્યા છે. એક શૈક્ષણિક સત્ર પુરૂ થયા છતાં કાઉન્સિલ ક્યારે મંજૂરી આપશે તે અનિશ્ચિત છે જે ચિંતાનો વિષય છે. ભાજપ સરકારની અણઘડનીતિ અને માત્ર જાહેરાતોની કામગીરીને કારણે ગુજરાતનાં હજારો વિદ્યાર્થીઓના કારકિર્દીને વિલંબમાં નાખવા માટે કોણ જવાબદાર ? ગુજરાતનાં વિદ્યાર્થીઓ-વાલીઓ જાણવા માંગે છે.

error: Content is protected !!