ગુજરાતનાં માથે રૂા.૪,૦ર,૭૮પ કરોડનું જંગી દેવું, આરબીઆઈનો અહેવાલ : પી. ચિદમ્બરમ

0

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે અને વધુમાં, માનવસર્જિત આ ભયંકર દુર્ઘટનાના પરિણામે શોકમાં ડૂબેલા સમગ્ર ગુજરાતના લોકો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ રજૂ કરવા ઈચ્છું છું. રવિવારના રોજ, ર્દ્ગ છॅર્ર્ઙ્મખ્તૈીજ, ર્દ્ગ ઇીજૈખ્તહટ્ઠંર્ૈહજ નામની મારી કોલમમાં મેં સાત પ્રાસંગિક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેં કોઈને પ્રશ્નોના જવાબ આપતા સાંભળ્યા નથી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે રાજ્ય સરકાર વતી કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી માંગી નથી. જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ સરકાર ૧૯૯૮થી સતત શાસનમાં છે. વર્તમાન વિધાનસભા ૨૦૧૭માં ચૂંટાઈને આવી હતી. ભાજપ સરકારના છેલ્લા છ વર્ષમાં, તેના શાસનમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલી નાંખ્યા છે – જે મુખ્યમંત્રીઓની કામગીરી પર સ્પષ્ટ આરોપ છે. જાે ૨૦૨૩માં ચૂંટણી થાય તો સંભવ છે કે ભૂપેન્દ્ર પટેલને પણ સત્તા ઉપરથી ઉતારી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીઓને બદલવા માટેનું કારણ એકદમ સરળ છે, ગુજરાતનું શાસન ગાંધીનગરથી નહીં, દિલ્હીથી ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાેડી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત દિલ્હીનું તાબેદાર રાજ્ય છે. ડબલ એન્જિનવાળી સરકારનો ઘમંડ એ ફક્તને ફક્ત બીજેપી સરકારનો ઘમંડ જ છે. ગુજરાત એક જ બળદગાડું છે જે રાજ્યના વિશાળ વર્ગને, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, યુવાનો અને ગરીબોને પાછળ છોડીને દિશાહિન માર્ગ પર દોડી રહ્યું છે. ગુજરાતમાં ઊંચો વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવી કદરૂપી હકીકતો છે જે ચાલાકીથી છુપાવાયેલી છે, પરંતુ તે ગુજરાતની તમામ જનતા તે પરિસ્થિતિને સારી રીતે જાણે છે. ગુજરાતના કેટલાક નિર્વિવાદ તથ્યો દર્શાવવા હું દર્શાવવા માગું છું. ગુજરાતમાં વર્ષ ૨૦૦૩થી નવ જેટલી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓનું આયોજન થયું જેમાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે રોકાણો થયા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા જે એકદમ અતિશયોક્તિ ભરેલા રહ્યા. વર્ષ ૨૦૧૧ સુધીની પ્રથમ પાંચ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓ માટેની આંકડાકીય માહિતી સાર્વજનિક કરવામાં આવી હતી. આ આંકડાકીય માહિતી ગુજરાતમાં થયેલા રોકાણોનું સાચું ચિત્ર ઉજાગર કરે છે. ૨૦૨૦-૨૧માં રાજ્યનું કુલ દેવું રૂા.૨,૯૮,૮૧૦ કરોડનું હતું જે રાજ્યની જીડીપીના ૧૮.૦૪ ટકા હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા ૪.૦૨,૭૮૫ કરોડની જવાબદારીઓ છે. ગુજરાતના સામાજિક-આર્થિક આનુસાંગિક આંકડા એકબીજા સાથે વણાયેલી છે અને તેમાં કેટલીક ચિંતાજનક બાબતો છે. ભારતની કુલ વસ્તીના પાંચમો ભાગની જનસંખ્યા ગુજરાત રાજ્યમાં વસે છે. ગુજરાતમાં સ્ત્રી-પુરૂષના(ય્ીહઙ્ઘીિ) ગુણોત્તરમાં ભારતના ૯૪૩ની સામે આ ગુણોત્તર ૯૧૯નો છે. શ્રમિકોની સહભાગીદારીનો દર ૪૧.૦ ટકા છે. જે માંથી, મહિલા શ્રમિકોની કાર્યભાગીદારી દર ૨૩.૪ ટકા છે. કુલ કામદારોમાંથી ૫૦ ટકા ખેડૂત અને ખેતમજૂર છે. ગુજરાતમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા કુલ પરિવારોની સંખ્યા ૩,૪૫,૯૯૮ જેટલી છે અને ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ છે. છેલ્લા પ્રકાશિત આંકડા પ્રમાણે, પ્રતિ એક હજાર શિશુ સામે શિશુ મૃત્યું દર(ૈંસ્ઇ) ૨૯ ટકા છે. ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના શિશુઓનો મૃત્યુંદર ૩૧ છે. ગુજરાતમાં પ્રતિ એક લાખ પ્રસૂતાની સામે માતૃત્વ મૃત્યું દર(સ્સ્ઇ) ૭૫ની સંખ્યા રહી. ગુજરાતમાં છૂટક ખાદ્ય મોંઘવારી દેશમાં સૌથી વધુ છે. અહેવાલો અનુસાર ઓગસ્ટ ૨૦૨૨માં તે ૧૧.૫ ટકા રહ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(ઝ્રસ્ૈંઈ)ના આંકડા મુજબ, ગુજરાતમાં ૨૦-૨૪ વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર ૧૨.૪૯ ટકા છે. અશિક્ષિત યુવાનો અને ઓછા ભણેલા યુવાનોમાં બેરોજગારી ખૂબ વધારે છે. ઉદાહરણ તરીકે, રાજ્ય સરકારને તલાટીની ૩૪૦૦ જગ્યાઓ માટે ૧૭ લાખ અરજીઓ મળી હતી. ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકોનું વેતન રૂપિયા ૨૮૫ પ્રતિ દિવસ છે.
બોકસ…
ગુજરાત રાજ્ય જીડીપીનો વિકાસ દર ૨૦૧૭-૧૮ થી ઘટી રહ્યો છે ઃ ચીદમ્બરમ
૨૦૧૭-૧૮ ઃ ૧૦.૭ ટકા
૨૦૧૮-૧૯ ઃ ૮.૯
૨૦૧૯-૨૦ ઃ ૭.૩
૨૦૨૦-૨૧ ઃ -૧.૯

error: Content is protected !!