સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં ઘોડીયા સાથે લોકો મેળો માણવા આવ્યા

0

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિક પૂર્ણિમાનાં મેળામાં ભારતીય સંસ્કૃતિનાં જે દર્શન અને મેળો માણવા આવનારની ભાવાત્મક લાગણીઓનાં પ્રતિવર્ષની જેમ અનેરા દર્શન થયા હતાં. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે આ વર્ષનાં કાર્તિક પૂર્ણિમાનાં મેળામાં પરીવારનાં લોકો સહપરીવાર ઘોડીયા સાથે લોકો મેળો માણવા આવ્યા હતાં. હજારો કુટુંબોએ મેળાનાં મેદાનમાં સાથે ભોજન પણ લીધું આને કહેવાય મેળાની મોજ. સોમનાથનાં મેળામાં પાંચ લાખ ઉપરાંત માનવ મેદનીએ મેળો શાંતિપુર્વક સ્વયં શિસ્તથી માણ્યો હતો. તા. ૧ નવેમ્બરથી મેળા સમાપન સુધી તા. ૭ સુધી ર,ર૪,પ૬૬ લોકોએ મેળા દરમ્યાન સોમનાથ મંદિરનાં દર્શન કર્યા હતાં. તેમજ મેળાનાં મેદાનમાં ઘરેલી લાવેલી શેતરંજી પાથરી ઘર પરીવારનાં બહેન-દિકરીઓ, વડીલો, બાળકોએ સાથે ભોજન લીધું હતું. નાના ગ્રામ્ય જીવનનાં પાથરણાવાળા એટલા હતા કે કોનુ લખવું કોનું નહી હાથ ઉપર કેમીકલ ભુસી મશીનની તીણી સોઈથી પોતાનાં હાથમાં પોતાનાં માણીગર, ઈષ્ટ કે વિવિધ નામોવાળા ત્રાજવા ત્રોફાવતા લોકો જાેવા મળતા હતાં. સમગ્ર મેળાની સુંદર વ્યવસ્થા માટે વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, એન્જીયર, વિજળી વિભાગ, જીતુપુરી બાપુ, જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા તેમજ નગરપાલિકા, ૧૦૮, આરોગ્ય તંત્ર અભિનંદન-યશપાત્ર છે.

error: Content is protected !!