બુરા ન માનો, હોલી હૈ : ધુળેટી પર્વની હોંશભેર ઉજવણી કરતા યુવા હૈયાઓ

0

રંગ અને ઉત્સાહના પર્વ એવા ધુળેટીને સમગ્ર પંથકના લોકોએ ભવ્ય રીતે ઉજવ્યો હતો. બુધવારે ધુળેટી પ્રસંગે સવારથી જ સમગ્ર નગરમાં યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો હતો. વિવિધ પ્રકારના રંગોથી સૌ કોઈ એકબીજાને રંગી અને હુતાસણી પર્વની ઉજવણી કરી હતી. શહેરના જુદા-જુદા લતાઓ તેમજ સોસાયટીઓમાં લોકોએ ગઈકાલે ડી.જે. તથા ઢોલ-નગારા સાથે એકબીજાને રંગી અને “બુરાના માનો હોલી હૈ” કહી અને રંગોથી રંગ્યા હતા. ખાસ કરીને યુવાનો-યુવતીઓના ઘેરૈયા શહેરના જુદા જુદા માર્ગો ઉપર જાેવા મળ્યા હતા અને એકબીજાને પ્રેમ અને ઉમંગથી રંગીને ધુળેટી પર્વની અનેરી મોજ માણી હતી. આ પર્વને નાના બાળકોએ પણ મન ભરીને મળ્યો હતો. એકંદરે સૌ-કોઈએ પોતાના મનમાં બાળપણ લાવી અને રંગભીની મોજ માણી હતી.

error: Content is protected !!