માંગરોળમાં ધુળેટી પર્વ પ્રસંગે લાલજી મંદિરેથી રવાડી નીકળી

0

માંગરોળ બંદર વિસ્તારમાં ગઈકાલે સાંજે કલર ઉડાડવા બાબતે બે કોમ વચ્ચે મોટી બબાલ થતાં સહેજમાં અટકી ગઈ હતી. જાે કે એક તબક્કે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસનો એક સેલ છોડ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું ડીવાયએસપી કોડીયાતરે જણાવ્યું હતું. બંદર વિસ્તારમાં સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ બનેલા બનાવ અંગે માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરે માહિતી આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજની આજે મોટી રાત હોય, લોકો કબ્રસ્તાનમાં આવતા હોય, એ દરમ્યાન કલર ઉડાડવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હતી. જાે કે પોલીસને આ અંગે જાણ થતાં બનાવ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. ટોળાને વિખેરવા ટીયરગેસ પણ છોડાયો હતો. સ્થિતિની ગંભીરતાને પારખી કેશોદ ડીવાયએસપી, જૂનાગઢ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બનાવમાં બે શખ્સો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાયોટીંગનો ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!