સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાતની અલગ અલગ જેલોમાં ૭ માર્ચ ૧૯૩૦ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થયેલી હતી તે બાબતને ગુજરાતના યુવાનો તેમજ વિવિધ જેલના કેદીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનને જાણે અને તેમાંથી પ્રેરણા લઈ અને જીવનને ઉત્તમ બનાવે દર વર્ષે ૭ માર્ચના કાર્યક્રમો ગુજરાતની જેલમાં થાય છે. તે વાતને ૯૩ વર્ષ થયા છે દર વર્ષની માફક આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સંસ્થા અમદાવાદ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રભાબેન પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ જેલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા ઉપર પુષ્પ બુચ અને પુષ્પ પાંદડીઓ દ્વારા જેલના અધિકારી, હારૂનરભાઇ વિહળ તથા ભાવેશભાઈ શ્રદ્ધા કુમાર અર્પણ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો જિંદાબાદના નારા બાદ મુખ્ય વક્તા તરીકે ડો. હારૂનભાઈ વિહળ પ્રિન્સિપાલ વાલીએ સોરઠ હાઇસ્કુલ જૂનાગઢ જેમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન વિશે વાત કરવામાં આવી હતી. તેની સાદગી અને રાષ્ટ્રભક્તિની નિષ્ઠા જેના લાભો સમગ્ર ભારતના ભોગવી રહ્યા છે. તમામ કેદીઓને સંકલ્પ લેવડાવ્યા હતા કે, હવે પછી અમે જેલમાં ફરી આવીશું નહીં, જેની સાથે દુશ્મનાવટ છે અથવા ગેરસમજ છે તેની સાથે સમાધાન કરીશું, અમારી ભૂલ હશે તો માફી માંગીશું, સામેવાળાની ભૂલ હશે તો તેને માફ કરીશું. આજના આ પવિત્ર દિવસે સાચા હૃદયથી સંકલ્પ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર અમારાથી ભૂલ કર ભી કોઈ ભૂલ હોના ભૂલકર ભી કોઈ ભૂલ હોના આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. જાણી જાેઈને તો ભૂલ ન કરાય ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય તેવા સંકલ્પ તથા ભલા કિસી કા કરના શકો તો બુરા કિસી કા મત કરના એવા પોઝિટિવ ગીતો સાથે જિંદગીની સફળતાના સંકલ્પો લેવડાવી અને બધા કેદીઓને નવું જીવન અને સરસ રીતે જીવવા સરદાર વલ્લભભાઈ પટેલએ આપેલા સંદેશ અને એના જીવનકવન ઉપરથી પોતાના જીવનમાં એક નવી ક્રાંતિ લાવવાની છે. આપણે શરૂઆત કરીએ કાર્યક્રમની સફળ બનાવવામાં જેલ અધિક્ષક નાસીરૂદ્દીન લોહાર તથા જેલર વાળાભાઈ, જેઠવાભાઈ, સાખટભાઈ, સોલંકીભાઈ, જયેશભાઈ લુહારના માર્ગદર્શન નીચે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. તેમજ કાર્યક્રમના આયોજનમાં સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ જેલર વાળાભાઈએ કરી હતી.