દાણચોરીના ઇતિહાસમાં હવે કચ્છના અખાતમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓનું ડ્રગ્સ ઝડપાય છે તેશું દર્શાવે છે ? છેલ્લા ફક્ત દોઢ વર્ષમાં ૨૩૫૫ કરોડનું ૪૦૭ કિલો ડ્રગ્સ પકડાયું ! પકડાયેલ જથ્થો “ઓડ સંખ્યા”ના વજન ન હોય તે શું એક કંન્સાઇમેન્ટનો ભાગ જ છે અને બીજાે જથ્થો ડીલવરી થયો છે કે પછી તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો છે તેવો પ્રશ્ન પણ હવે ઊભો થાય છે ?
કચ્છના અખાતમાં અગાઉથી મળેલ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને રાજ્ય એ.ટી.એસ.ની ટીમના સંયુક્ત ઓપરેશન દરમ્યાન ઈરાન દેશની મચ્છીમારી બોટના સ્વાંગમાં રહેલ સ્પીડ બોટને કોસ્ટ ગાર્ડ -એ.ટી.એસ.ના સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન સોમવારે રાત્રિના આઈ.બી.એલ.-ઓખાના સમુદ્ર માર્ગ વચ્ચેકોસ્ટ ગાર્ડની બોટ “અભિક અને મીરા બહેન “પકડી પાડેલ છે જે છેલ્લા એક સપ્તાહથી મળેલ ચોક્કસ ઈનપુટના આધારે કચ્છના અખાતમાં સઘન પેટ્રોલિંગ કરી રહેલ જે દરમ્યાન તારીખ ૫-૩-૨૦૨૩ના રાત્રિના સમયે વિદેશી અને નવી અત્યાધુનિક સ્પીડ બોટ જેવી દેખાતી એક બોટ ઓખાથી ૩૪૦ કી.મી. દૂર આ વિસ્તારમાં અન્ય મચ્છીમારી બોટો વચ્ચે લાપતા-છુપાતા દ્વારકા-ઓખા વચ્ચેના સમુદ્ર તરફ ભાગવાનો પ્રયત્ન કરતાં ધ્યાન ઉપર આવતા કોસ્ટ ગાર્ડની આ બંને બોટો દ્વારા તેને અન્ય બોટથી અલગ કરી આગળ પાછળ બંને બોટની વચ્ચે લઈ તેને શરણે આવવાનું જણાવી તેને પકડી તપાસ હાથ ધરતા તેમાંથી આંતરાષ્ટ્રીય બજારમાં રૂપિયા ૪૨૫ કરોડની કિંમતનું ૬૧ કીગ્રામ ડ્રગ્સ(હેરોઇન)નો જણાતોનો જથ્થો પકડી પાડી તેને ઓખા બંદરે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ તેની વધુ વિગતો બહાર આવશે. બે દિવસ બાદ સવારે અત્રે લાવવામાં આવેલ આ ઈરાની બોટમાં મોહસીન અયુબ બ્લોચ, અસગર રિયાઝ બ્લોચ, ખુદાબક્ષ હાજીહલ બ્લોચ, રહીમબક્ષ મૌલાબક્ષ બ્લોચ અને મુસ્તફા આદમ બ્લોચ નામના પાંચ ઈરાની શખ્સો પકડવામાં આવ્યા છે. જે હકીકતમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનના રહીશ હોવાનું પણ નકારી શકાતું નથી. જે ગત વખત પકડાયેલ બોટની મોડ ઓપરેન્ડી પાકિસ્તાની બોટ અને ઈરાનના ખલાશીઓના બળે આ વખતે ઈરાનની બોટ અને પાકિસ્તાનના ખલાશીઓ હોવાની ઉલ્ટી મોડ ઓપરેન્ડી હોવાનું જણાય છે. જે તપાસનીશ એજેંસીઓ માટે મહત્વનો વિષય બની જશે તે નકારી ના શકાય તેવી સત્ય વિગત છે.
વધુ જથ્થો હોવાની અને તેને લેન્ડિંગ કર્યાની કે સમુદ્રમાં ફેંકયાની ઉપસ્થિત થતી શંકા ?
દરમ્યાન આ બોટ રાત્રિના પકડાયાનું જાહેર થાય બાદ ૩૬ કલાક બાદ પણ બોટને જાહેર થયા મુજબ ઓખા બંદરે લાવવામાં આવેલ ના હોય અને બે નંબરી(ચોરીના) ધંધામાં ક્યારેય પણ “ઓડ આંકડો”(એટલે કે રાઉન્ડ ફિગર સિવાયની રકમ)ના આંકડા સિવાયના આંકડા(રકમ)ને કહેવાય છે (જેમ કે એકી સંખ્યા ને ઓડ અને બેકી સંખ્યા ને ઇવન) કહેવાય છે તેમ ક્યારેય આ ઓડ આંકડાનો વહીવટ હોતો નથી મતલબ કે ૫૫-૬૦-૬૫-૭૦ કી. ગ્રામનો જથ્થો હોય શકે પણ આ ઓડ આંકડો ૬૧ કી. ગ્રામ.નો જથ્થો પકડાયેલ છે. તે આ જથ્થો કોઈ એક મોટા કંન્સાઇમેન્ટનો ભાગ હોવાની અને તે પૈકીનો જથ્થો કા તો ક્યાંક ટ્રાન્સફર-લેન્ડિંગ થયાની કે તેને કોસ્ટ ગાર્ડના હાથમાં આવતા પહેલા સમુદ્રમાં ફેંકયાની શક્યતા પણ હવે નકારી શકાતી નથી. દાણચોરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આંતરારાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલરોના દેશ ઈરાનની બોટ અને તેના ખલાશીઓને ડ્રગ્સ પકડી પાડવાનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી “ઓખા કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ. ટીમ”નું નામ કાયમી ધોરણે સુવર્ણાક્ષરે લખવવાનું બહુમાન મેળવેલ છે. ત્યારે હવે તે દિવસો દૂર નથી કે પહેલા જે જિલ્લાનું સલાયા ગામ દાણચોરી અને દાણચોરો માટે સ્વર્ગ ગણાતું અને તેની નોંધ સરકારની દરેક સુરક્ષા એજેંસીઓમાં કાયમી નોંધાયેલ રહેતું જેના સતાહન ઉપર હવે ઓખા બન્યું છે અને તે કારણે હવે એ.ટી.એસ.નું કાર્યાલય ઓખામાં ખોલવાની દિશા તરફ પણ હવે કેન્દ્ર રાજ્ય સરકારે વિચારવું પડશે.
શું કચ્છનો અખાત હવે આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાની હેરાફેરીનું હબ બની ગયો છે ?
જ્યારે આ ઘટના હકીકતમાં ડ્રગ્સની હેરાફેરીની ઘટના છે કે પછી આ કચ્છનો અખાત હવે આંતરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયાની સાબિતી આપે છે. તે આ ઘટના બાદ વિચારવાનો મોટો પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે. કારણ કે આ અગાઉ જ્યારે ડ્રગ્સ પકડાયું છે. તે પાકિસ્તાની મચ્છીમારી બોટ અને તેમ આ રહેલઆ વિદેશી ખલાશીઓ સાથે પકડાયેલ છે પરંતુ પહેલી વખત ઈરાનની મચ્છીમારના સ્વાંગમાં રહેલ સ્પીડમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
કચ્છના ખાનગી બંદર મુંદ્રા પોર્ટ ઉપરથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ કસ્ટમ દ્વારા પકડવામાં આવેલ છે !
અગાઉ કચ્છના અખાતમાં આવેલ ખાનગી બંદર મુંદ્રા પોર્ટ ઉપરથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા ઘૂસાડવામાં આવેલ ડ્રગ્સને કસ્ટમ-ડી.આર.આઈ. દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ હવે કોસ્ટ ગાર્ડ અને રાજ્ય એ.ટી.એસ.ની ટીમ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં રૂપિયા ૨૩૫૫ કરોડ રૂપિયાનું ૪૦૭ કિલો પકડી પાડી ઇતિહાસ સર્જ્યો છે. સાથે સાથે અગાઉ મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલ જથ્થામાં દેશના ડ્રગ્સ પેન્ડલરો પકડાયા છે પણ હવે આંતરાષ્ટ્રીય ડ્રગ્સ પેન્ડલરોના માણસો અને તેમની વિગતો દેશની સુરક્ષા એજેંસીઓને જાણવા મળે છે. જે આવનારા દિવસોમાં આ પ્રવૃતિ અટકાવવામાં બહુ ઉપયોગી થાય તેવું મનાય છે.
કચ્છનો અખાત ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરીના કેન્દ્ર બન્યો ?
ભારતીય કોસ્ટ ગાર્ડ-એ.ટી.એસ.ના આ સંયુક્ત ઓપરેશન દ્વારા છેલ્લા ૧૮ મહિના દરમ્યાન જ આ આઠમાં ઓપરેશનમાં કચ્છના અખાતમાંથી સમયે-સમયે મળી કુલ્લ રૂપિયા ૨૩૫૫ કરોડનું ડ્રગ્સ ૪૪ પાકીસ્તાની અને ૧૨ ઈરાનના ખલાશીઓને પકડી પડ્યા છે. જે દર્શાવે છે કે કચ્છનો અખાત ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર અને હબ બન્યો છે તેવા પ્રશ્નને સત્ય પુરવાર કરે છે.
દાણચોરીના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા એન્ટ્રી શું ડ્રગ્સની હેરાફેરી કે અન્ય કોઈ હેતુ તેવો પ્રશ્ન ઊભો કરે છે ?
ત્યારે આ વખતે ડ્રગ્સ સાથે ઈરાનની બોટ અને ઈરાનના ખલાશીઓ પકડાયા છે. તે કોઈઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો કચ્છના અખાતમાં પ્રવેશ કે પછી દાણચોરોની “મોડસ ઓપરેન્ડી”ના ભાગરૂપે આપણા અને ઈરાન વચ્ચેના સારા સંબંધોનો ગેર લાભ ઉઠાવવાના કોઈ સ્પેશ્યલ ઓપરેશનના ભાગરૂપે હોવાની “મોડસ ઓપરેન્ડી”હોવાનું નકારી શકાતું નથી.
કચ્છના અખાતમાંથી અવાર-નવાર પકડાતા ડ્રગ્સ સિવાયનું કેટલું આવે છે ?
કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ. દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં આઠમી વખત દરમ્યાન રૂપિયા ૨૩૫૫ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવેલ છે. ત્યારે આ પકડાયા સિવાયનું કેટલું ડ્રગ્સ કચ્છના અખાતમાંથી આવતું હશે. તેનો આંકડો ચાર આંકડાના કરોડો રૂપિયાના બદલે પાંચ આંકડાના કરોડો રૂપિયાનો હોવાની શક્યતા નકારી શકતી નથી. કારણ કે આ વખતે બહાર આવેલ ચોંકાવનારી હકીકત મુજબ ગત વખતે પકડવામાં આવેલ પાકિસ્તાની સ્પીડ બોટો દ્વારા ઘૂસાડવાના કરાતા પ્રયાસો દરમ્યાન પકડાયેલ જથ્થો છે તે જ મોડ ઓપરેન્ડી પ્રમાણે ફક્ત દેશ અને બોટ પાકિસ્તાનના બદલે ઈરાનની છે પણ તેમ આ સવાર ખલાશીઓ તો ગત વખતે પણ ઈરાનના હતા અને આ વખતે પણ ત્યાંના જ છે. જે અગાઉની મોડ ઓપરેન્ડી પ્રમાણે હોય હવે કચ્છના અખાત દ્વારા ડ્રગ્સની હેરાફેરી નિયમિત રીતે અને વ્યવસ્થિત રીતે ચાલુ થાયની શંકા પણ નકારી શકાતી નથી. જ્યારે અન્ય રસ્તાઓ જેવા કે કાયદેસર બંદરો ઉપર કન્ટેનર દ્વારા ઘૂસાડાતો જથ્થો-પાકિસ્તાની જળ સીમા ઉપર મચ્છીમારીના સ્વાંગમાં જતી ભારતીય બોટો દ્વારા ઘૂસાડાતો જથ્થો કે સરહદ પારથી અન્ય રસ્તે ઘૂસાડવામાં આવતા જથ્થાની ગણતરી કરવામાં આવે તો ઉપરોક્ત આંકડા નકારી શકાય તેવો ના હોવાનું ખુદ તંત્ર પણ માંને છે.
તંત્રની કે કામગીરીને સલામ અને અભિનંદન
ભારતીય કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ બોટના અધિકારી-કર્મચારીઓ સલામ અને અભિનંદનને પાત્ર છે. કારણ કે છેલ્લા થોડા સમયથી જ્યારે-જ્યારે તેમને તેમના માહિતીના સ્ત્રોત દ્વારા માહિતી મળે છે. ત્યારે તેમના દ્વારા માહિતીના આધારે દિવસ-રાત્રિ-ઠંડી-ગરમી-પવન-સમુદ્રી તોફાનને ધ્યાનમાં લીધા વગર સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે અને તેમાં ફક્ત ૫% કિસ્સામાં માહિતી સાચી નીકળે છે બાકીની માહિતીના આધારે કરવામાં આવેલ પેટ્રોલિંગનું પરિણામ મળતું નથી. છતાં પણ ફરજના એક ભાગરૂપે માહિતીના સ્ત્રોત ઉપર વિશ્વાસ રાખી પ્રયત્નો ચાલુ રાખી સફળતા મેળવે છે અને દેશને નશાના કારોબારથી મુક્ત કરાવવાની કામગીરી ધન્યવાદને પાત્ર છે.
કચ્છનો અખાત સુરક્ષાનું કેન્દ્ર બિંદુ બને તેવા દિવસો દૂર નથી ?
ગઇકાલની બનેલ ઘટના એ તંત્ર અને પ્રજાને એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે આવનાર દિવસોમાં કચ્છનો અખાત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનું કેન્દ્ર અને ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું હબ બનનાર છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિ એ અતિ સવેદનશીલ અને સુરક્ષા એજેંસીઓ માટે મોટા પડકારનું કેન્દ્ર બને તેવા દિવસો હવે બહુ દૂર નથી તેવું સાગરખેડુ અને મચ્છીમારોને “એ ટુ ઝેડ”જાણતા જાણકારોમાં ચર્ચાતું હોવાનું બહાર આવેલ છે.