‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે બેંક ઓફ ઈન્ડીયામાં કામ કરતી તમામ મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ સેલ્ફ ડીફેન્સ માટે કરાટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં મહિલાઓની પજવણી, જાતીય સતામણી, છેડતીના બનાવો વગેરે સામે રક્ષણ મેળવવા અંગે બહેનોને તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. જે અન્વયે મહિલાઓની તરફેણમાં રાજય અને કેન્દ્ર સકરારે અમલી બનાવેલા કાયદાઓ, કાયદાકીય કલમોની માહિતી, મહિલાઓને લગતી કાયદાકીય સંસ્થાઓ, કાર્યસ્થળવાળી જગ્યાઓ ઉપર જાતીય સતામણી અંગેનો કાયદો, ઘરેલું હિંસા સામેના કાયદાઓ, રાજકોટ શહેર શી ટીમ તથા પોલીસ હેલ્પલાઇન નંબર તેમજ ટ્રાફિક અવેરનેસ વિષે પોલીસ ઇન્સ્પેક્ટર ભાર્ગવસિંહ જનકાટ દ્વારા આપવામાં આવી હતી.આ પ્રસંગે બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજરશ્રી અને બેંકની તમામ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.