એન.એસ.એસ. ની એકસોથી વધુ વોલેન્ટીયર્સનું સન્માન થયું : કણસાગરા મહિલા કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો ઃ ર૧મી સદી મહિલાઓની આત્મસુરક્ષા સાથે સર્વાંગી વિકાસ
શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એન.એસ.એસ. ની એકસોથી વધુ વોલેન્ટીયર્સનું ભવ્યાતીત સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના પ્નત્યેક નાગરિકોએ સ્વરક્ષણ સંબંધી તાલીમ મેળવવી જરૂરી છે તે સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એન.એસ.એસ. પ્નોગ્રામ ઓફિસર ડો. યશવંત ગોસ્વામીએ પ્રારંભમાં કાર્યક્રમનો વિગતે પરિચય આપ્યો હતો. ત્રણ વર્ષ એન.એસ.એસ. કાર્યક્રમોમાં ભાગ લેનાર વોલન્ટીયર્સને સન્માન સાથે વિદાય આપવામાં આવશે. સમાજ શ્રેષ્ઠીઓનું સન્માનની વાત મુકી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ વિશ્વ મહિલા દિનની ઉજવણી સંબંધી વાત કરતાં જણાવ્યું કે ર૧મી સદી મહિલાઓની આત્મસુરક્ષા સાથે સર્વાંગી વિકાસના સ્તોત્રની માહિતી આપી હતી. કોલેજના અભ્યાસ સાથે સહઅભ્યાસિક ઈત્તર પ્રવૃત્તિઓ લાભકારક છે. કણસાગરા મહિલા કોલેજ છાત્રાઓને તક આપે છે તેનું પરિણામ જાેવા મળે છે. રાજયમાં આ કોલેજ આગવી પ્નતિભા ઉભી કરે છે તેનો આનંદ છે. દેશમાંથી અંધશ્રદ્ધા ભગાવવા સામુહિક પ્રયાસ જરૂરી છે. છાત્રાઓએ કોઈનાથી પ્રભાવિત થવાની જરૂર નથી. પોતાનો અભ્યાસ સાથે પ્રગતિમાં ધ્યાન આપવું જાેઈએ. આજે ગામડે-ગામડે નારી ઉત્થાનના કાર્યક્રમો-પ્રોજેકટ અમલમાં છે તેનો લાભ ભવિષ્યમાં જાેવા મળવાનો છે. જાથાના પંડયાએ છાત્રાઓનું સન્માન કરી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના વાઈસ પ્રિન્સિપાલ જયોતિબેન રાજયગુરૂ, મોટીવેશનલ સ્પીકર હર્ષલ માંકડ, પત્રકાર અરૂણ દવે, ડો. પ્રીતિબેન ભટ્ટ, ભરતભાઈ ગાલોરીયા, કૃણાલ મહેતા, પ્રોફે. સંજ કામદાર, પ્રોફે. આર. સી. પરમાર, પ્રોફે. બાબરીયા ઉદ્દબોધન કરી સન્માનમાં ભાગીદાર બન્યા હતા. કોલેજના પૂર્વ એન.એસ.એસ. લીડર કિંજલ મકવાણા, રાજય લેવલે બેસ્ટ વોલન્ટીયર્સ હેતલ સાટોડીયા ઉપરાંત એકસોથી વધુ છાત્રાઓનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જલ્પા કુહાડીયા, અવની ચૌહાણ, ટવીંકલ બથવાર અને સુરભી દ્વારા આબેહુબ કરવામાં આવ્યું હતું.