આંતરાષ્ટ્રીય ગુન્હેગારો-આંતરરાષ્ટ્રીય સબંધો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ જવાબદાર ?
બે દિવસ પહેલાકોસ્ટ ગાર્ડ-એ.ટી.એસ.ના જાેઇન્ટ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છના અખાતમાંથી પકડાયેલ રૂપિયા ૪૨૫ કરોડના ડ્રગ્સના જથ્થા સાથેના પાંચ ઈરાની ખલાશીને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ ઉપર સોંપાવામાં આવ્યા છે. ત્યારે આ અંગે વિચારણા માંગતી હકીકતો મુજબ કચ્છનાં અખાતમાંથી છેલ્લા દોઢ વર્ષમાં રૂપિયા ૨૩૫૫ કરોડનું માદક ડ્રગ્સ પકડાયું છે અને ના પકડાયું હોય તેની તો કોઈ નોંધ ફકત સપ્લાય કરનારા અને આ રેકેટ ચલાવનારા પાસે જ મળી રહે તે સત્ય હાકીકત છે. ત્યારે ખરેખર આ માદક ડ્રગ્સની હેરાફેરીનો આ વ્યવસાય ખરેખર કોઈ મોટો દેખાય છે તેવો આંતરરાષ્ટ્રીય ગુન્હો ના બનતો હોય તેમ તે અવિરત ચાલુ છે. ત્યારે આ અંગેની વિગતોનું એનાલીસિસ કરતા આ આખો વ્યવસાય ફકત અને ફકત પરશેપશન(ધારણા) આધારિત હોય અને તેમાં આજદિન સુધી કોઈ મુખ્ય ગુન્હેગારને પકડવામાં આવ્યાનું બન્યું નથી અને પકડાયેલા ગુન્હેગાર દ્વારા આપવમાં આવેલ વિગતોની સત્યતા તો લેખિત સ્વરૂપેનાં પુરાવારૂપે તો કદીવસ મલી ના શકે તેવી પરિસ્થિતિ ઉભી થતી હોય ગુન્હેગારો વિરૂદ્ધ સબળ પુરાવા પણ મળતા ના હોય તેવી પરિસ્થિતિ ફક્ત ગુન્હો આંતરરાષ્ટ્રીય બનતો હોય તે કારણો હોવાની વિગતો બહાર આવેલ છે.
આંતરાષ્ટ્રીય ગુન્હેગારો
દુનિયામાં માદક ડ્રગ્સનું ઉત્પાદન મોટા ભાગના લોકશાહી દેશમાં ગુન્હો ગણાય છે. પણ જ્યાં આજ પણ રાજાશાહી-તાનાશાહી-ગુલામશાહી-જેવી સરકારો રાજ કરે છે. ત્યાંના દેશોની આવકનો મોટો સ્ત્રોત આ માદક ડ્રગ્સની ખેતી-ઉત્પાદન આજ વર્ષોથી ચાલે છે. જેમાં છેલ્લાં થોડા દશકાઓથી આ માદક ડ્રગ્સનો ઉપયોગ દવાના બદલે નશા માટે થવા લાગતાં અને તેનો ઉપયોગ એક પ્રકારના એડિક્શન(લત) લાગવા જેવો બની જતાં આજ દુનિયાના મોટા ભાગના દેશોમાં તેના ઉપર સીધો કે આડકતરો પ્રતિબંધિત છે. ત્યારે જનમાનસની સામાન્ય પ્રકૃતિ મુજબ પ્રતિબંધિત વસ્તુની ડિમાન્ડ વધે અને ડિમાન્ડ વધે માટે ભાવ વધે તે ન્યાયે હાલ માદક ડ્રગ્સની આંતરાષ્ટ્રીય બજારમાં બાહુ મોટી કિંમત ચુકવાય છે. જ્યારે જે દેશમાં ઉત્પાદન કરાય છે ત્યાં તેની કિંમત મામૂલી(કોડી)ની ગણાય છે અને તે કારણે આ મામૂલી(કોડી)ની કિંમતની વસ્તુને આંતરરાષ્ટ્રીય બજારમાં વહેંચવા માટે અને તેની હેરાફેરી કરવા માટે દુનિયામાં ઘણા બધા દેશોમાં તેની મોટી આંતરાષ્ટ્રીય માફિયા ગુન્હેગારોની ગેંગો કાર્યરત છે.
આંતરાષ્ટ્રીય સબંધો
જેમ હાલદુનિયાના ઘણા દેશોમાં મોટી મોટી આંતરાષ્ટ્રીય ગુન્હેગારોની ગેંગ કાર્યરત છે. તેમ દુનિયામાં હવેના ગ્લોબલલાઈઝેશનના જમાનામાં એક બીજા દેશો વચ્ચે રાજકીય સબંધો અને તેના ભાગરૂપે વ્યાપારના સંબંધો પણ વિકસવા સાથે અલગ-અલગ પ્રકારના લેખિત કરારોથી પણ એક બીજા સાથે જાેડાયેલા છે. ત્યારે તેનો લાભ લઈ જે તે દેશના આંતરાષ્ટ્રીય ગુન્હેગારો પોતાના દેશના અન્ય દેશ સાથેના સબંધોને ધ્યાનમાં લઈ રાજકીય સબંધોનો લાભ લઈ પોતાનો માદક ડ્રગ્સનો વ્યાવહાર ચલાવે છે. જેમાં સમયે જરૂર પડે તો તે દેશની દરમ્યાનગીરીનો લાભ તેમને મળે અને તેમનો આ માદક ડ્રગ્સની હેરાફેરીનો વ્યવસાય નિયમિત ચાલુ રહે તે પ્રમાણે આયોજન બધ્ધ રીતે આ હેરાફેરીનો વ્યવસાય ચલાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કાયદાઓ
વર્ષ ૧૯૪૨ના બીજા વિશ્વ યુધ્ધ બાદની નિર્માણ થયેલ પરિસ્થિતિઓ બાદ દુનિયામાં યુનાઈટેડ નેશન-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવા દુનિયાના દેશોને એક બીજા સાથે જાેડતા સગઠન બન્યા અને તેના નવા નવા કાયદા બન્યા જેમાં સર્વે દેશો જાેડાયા અને દુનિયાને વિકાસના માર્ગે લઈ જવાના કરારો થયા અને આ સંગઠનના કાયદાઓ દરેક સામેલ દેશોને અમલી હોય આ કાયદાનો લાભ આંતરરાષ્ટ્રીય ગુન્હેગારો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું પણ નકારી શકાતું નથી.
માદક ડ્રગ્સની હેરાફેરીના પકડાતા આંતરરાષ્ટ્રીય ગુન્હેગારો ઉપર થતી કાર્યવાહી
જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં માદક ડ્રગ્સની હેરાફેરીમાં આંતરરાષ્ટ્રીય ગુન્હેગારો પકડાય ત્યાર બાદ તેમના સ્ટેટમેન્ટના આધારે જે તે માલ મોકલનાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેન્ડલરનું નામ ખૂલે પણ સ્થાનીક ડ્રગ્સ પેન્ડલરનું નામ ના ખૂલે કારણ કે તેમના દ્વારા જે માદક ડ્રગ્સની ડિલવરી આપવાની હોય છે તે આંતરરાષ્ટ્રીય મેરી ટાઈમ વોટર(મતલબ કે આંતરરાષ્ટ્રીય જળ માર્ગ) ઉપર આપવાની હોય છે અને તે માટે તેમને સેટેલાઈટ ફોન દ્વારા જે તે લોકેશનની જાણ ફક્ત તેની ડિલવરી આપવા સમયે જ આપવામાં આવે છે. જેથી તેમના પાસે રહેલા માદક ડ્રગ્સની ડિલવરી લેનાર સ્થાનિક ડ્રગ્સ પેન્ડલરની કોઈ વિગત આ પકડાતા ગુન્હેગારો પાસેથી બહાર આવતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેન્ડલર તરીકે જેનું નામ ખુલ્લે છે તે ખરેખર કયા દેશનો અને કોણ હોય છે તેની ખબર તો ખુદ આ પકડાયેલા શખ્સોને પણ હોતી નથી. કારણ કે તેને તેમની બોટમાં ડ્રગ્સ ચડાવનાર મૂળ માલિકના દેશના બદલે અન્ય દેશના ડ્રગ્સ પેન્ડલર દ્વારા આપવામાં આવેલ હોય અને ત્યાં પહોંચી તેને પકડી પાડવા માટેની મોટી આંતરરાષ્ટ્રીય કાયદાઓની ઝાળ ભેદી મોટી માથાફોડી કરી કરવાનું કામ હોય આ અંગે ફકત સરકારી કાગળો ઉપર માહિતીની આપ-લે જે તે દેશ સાથે અને આંતરરાષ્ટ્રીય લેવલે થાય છે.
કાયદા મુજબ ગુન્હાના સ્થળનું પંચનામું જરૂરી હોય છે
જ્યારે જ્યારે કચ્છના અખાતમાંથી માદક ડ્રગ્સ પકડાય છે. ત્યારે તે બોટને જીવના જાેખમે પકડવામાં આવે છે પણ પકડાયા પછી પકડાયેલા ગુન્હેગારો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાનો પ્રશ્ન આવે ત્યારે પહેલો કાયદાકીય પ્રશ્ન ગુન્હો બન્યાના સ્થળના પંચનામાંનો ઊભો થાય છે ? જે શક્ય હોતું નથી પછી પ્રશ્ન થાય છે કે પકડાયેલા ડ્રગ્સનો જથ્થો ખરેખર ડ્રગ્સ જ છે કે પછી અન્ય કોઈક પાવડર અને તેના માટેના લેબોરેટરી રિપોર્ટની કાર્યવાહી પછી પ્રશ્ન ઉપસ્થિત થાય છે ? પછી તેની કિંમત કેવી રીતે ગણવાની કાયદાકીય રીતે જે દેશમાં તે ઉત્પાદિત થયો હોય તે ભાવ ? કે જે દેશમાં પકડવામાં આવેલ હોય તે દેશનો ભાવ કે પછી તેનો આંતરરાષ્ટ્રીય ભાવ ? પછી પ્રશ્ન ઉપસ્થિત થાય કે ગુન્હો જ્યાંથી ઉપસ્થિત થયો ત્યાંના સ્થળ પાંચનામાંનું શું કરવું ? પછી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પકડાયેલ ગુન્હેગારોની રિમાન્ડ દરમ્યાન તેમને વધુ તપાસ અર્થે કયા લઈ જવા કે શું પૂછવું કારણ કે તે તો ફકત બોટના ખલાશી હોય છે અને રોજગારી માટે બોટમાં સામેલ થાય છે સાચા ગુન્હેગાર તેમનાથી અજાણ અને દૂર હોય છે ?
શું માદક ડ્રગ્સની હેરાફેરી ફક્ત મોટું “પર્શેપશન”(ધારણા) હોય છે ?
જાે ઉપરોક્ત જણાવાયેલ વિગતો કાયદાકીય રીતે સત્ય હોય તો આ માદક ડ્રગ્સની હેરાફેરી ફક્ત મોટું “પર્શેપશન”(ધારણા) સિવાય બીજું કાઇ પણ હોય શકે નહીં કારણ કે મુખ્ય ગુન્હેગાર પકડાતાં નથી અને પકડાય છે તે તેમના ઉપર મૂકવામાં આવતા આરોપ પૈકીના એકપણ ગુન્હાના ગુન્હેગારો હોતા નથી ફક્ત માલની ડિલવરી આપનારા ડિલવરી બોય જેવા હોય છે. જે કારણે જ આટલો મોટો રૂપિયા ૨૩૩૫ કરોડનો માલ છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય એ.ટી.એસ. દ્વારા પાકડવામાં આવ્યો છે.