ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે તાજેતરમાં વર્લ્ડ કિડની ડે નિમિત્તે એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ખાસ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં વર્ષ ૨૦૧૫ થી શરૂ થયેલા ડાયાલિસિસ વિભાગમાં આજસુધી કુલ ૪૬૧૫૨ દર્દીઓને વિના મૂલ્યે ડાયાલિસિસ કરી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં દાખલ થતા દર્દીઓ માટે ચા, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેન્ટર અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

error: Content is protected !!