ખંભાળિયામાં રોડ સેફટી અંગે કાર્યક્રમ યોજાયો

0

ખંભાળિયા સ્થિત વેદાંતા લિમિટેડ કંપની અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે રોડ સેફ્ટી સુરક્ષા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી કલોતરા તેમજ કંપનીના સુરક્ષા અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ ટ્રાફિક નિયમન અંગેની સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફીક વિભાગના દેવરાજભાઈ પંડત, હમીરભાઈ ચંદ્રવાડીયા, ઈશ્વરભાઈ મોવર, કંપનીના સિક્યુરિટી ઓફિસર ધરમવીરસિંહ વિગેરે જાેડાયા હતા.

error: Content is protected !!