વધતી જતી મોંઘવારી વચ્ચે ગેસમાં ભાવ વધારો પરત ખેંચવા ખંભાળિયામાં કલેકટરને રજૂઆત

0

દેશમાં અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ખાદ્યતેલ સહિતની ચીજ વસ્તુઓના ભાવ વધતા રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં રૂપિયા ૫૦ સુધીનું તોતીંગ ભાવ વધારો કરવામાં આવતા મોંઘવારીના આ મારના મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીએ વિરોધ વ્યક્ત કરી, ખંભાળિયામાં જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં સરકાર દ્વારા આ ભાવ વધારો તાકીદે પરત ખેંચવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!