ઉનાનાં જુના એસટી ડેપોનો ગેઈટ ફરી ખુલ્લો મુકાયો

0

ઉનાના જુના એસટી ડેપોમાં અગાઉ મુસાફરોની અવર-જવરની સરળતા માટે પશ્ચિમ દિશામાં નાનો ૪ ફુટનો ગેઈટ હતો. જ્યાંથી મુસાફરો સીધા જ બજારમાં ખરીદી માટે જઈ શકતા હતા. પરંતુ એસટી ડેપોની બિલ્ડીંગ નવી બની જતા આ નાનો ગેઈટ બંધ કરી દેવામાં આવેલ હતો. જેનાથી પેસેન્જર જનતાને અવર-જવરમાં તથા નાના-મોટા ધંધાર્થી ભાઈ-બહેનોને ધંધામાં પણ આર્થિક રીતે ઘણી મુશ્કેલી અનુભવાતી હતી. આ બાબતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા છેક ગાંધીનગર સુધી સફળતા રજુઆત કરતા એસટી તંત્રે શુક્રવારે આ પશ્ચિમ દિશામાં આવેલા વર્ષો જુના ગેઈટનુ ફરી ખુલ્લો મુકાયો હતો. જેના કારણે મુસાફરો તથા એસટી ડેપોની આજુબાજુના નાના-મોટા ધંધાર્થી ભાઈ-બહેનોમાં હર્ષની લાગણી ફેલાણી છે અને સૌએ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!