વિશ્વ કિડની દિવસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન

0

કિડની વિષેના જાેખમી પરિબળો વિશે જાગૃતિ, અંદાજે ૫૦૦ જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી

વિશ્વ કિડની દિવસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન છે જેનો ઉદ્દેશ્ય કિડનીના સ્વાસ્થ્યના મહત્વ અને કિડની રોગ માટેના જાેખમી પરિબળો વિશે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમની કિડનીની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરવા તા ૦૯ માર્ચના રોજ ‘‘વિશ્વ કિડની દિવસ’’ની બી.ટી સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ માટે રેસકોર્સ ખાતે જનજાગૃતિ રેલી યોજાઇ હતી. જેનો મુખ્ય ઉદેશ્ય કિડની વિષેના જાેખમી પરિબળો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં કિડનીના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા સંદેશાઓ સાથેના પ્લેકાર્ડ અને બેનરો પ્રદર્શિત કરાયા હતા. આ રેલીમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ ફળદુ સહિત અન્ય ટ્રસ્ટીઓ, ડોક્ટરોઓ, મેડીકલ સ્ટાફ સહિત તમામ ક્ષેત્રના સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, હોસ્પિટલમાં અને ક્રિસ્ટલ મોલમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૫૦૦ જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. કિડની સંબંધિત સમસ્યાઓ માટે મફત તબીબી તપાસ પૂરી પાડવામાં આવી હતી. નેફ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમે મુલાકાતીઓને તબીબી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું.

error: Content is protected !!