ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સીઆરપીએફ જવાન વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ

0

અગાઉ ધોકડવા ગામની હિન્દુ દિકરી વિરૂધ્ધ બનેલ લવ જીહાદનો મુદ્દો હોય આ બાબતે તાત્કાલીક સીઆરપીએફ શખ્સ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

ગીરગઢડાના ધોકડવા ગામનો શખ્સ એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ પોલીસમાં શખ્સ સહિત મદદગારીમાં મહીલા સહિત નવ શખ્સો વિરૂધ્ધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ધોકડવા ગામે રહેતા સોહીલ દિલાવર લીંગારી, દિલાવર જાફરખા લીંગારી, જુબેદાબેન દિલાવર લીંગારી, શાહરૂખદિલાવર લીંગારી રહે. ધોકડવા તેમજ સાહીલ દિલ્લી વાળો, સાહીલ રાજકોટ વાળો, સંજય કાળુ મેઘરડી રહે. પડા હાલ. સુરત, વિજય આતુ ગોહીલ રહે.ગાંગડા હલ.સુરત તેમજ સીરાજ દિલાવર રહે. ટીંબી તા.જાફરાબાદ આરોપીઓમાં સોહીલ દિલાવર લીંગારીએ તા.૪ ફેબ્રુ.૨૦૨૩ના રોજ એજ ગામમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ઘરે અને અન્ય જગ્યાએ લઇ જઇ યુવતીની મરજી વિરૂધ્ધ અવાર-નવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેમની સાથે બળજબરી પૂર્વક મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ હતું અને આબનાવમાં અન્ય આરોપીઓ મદદગારી કરેલ હોય યુવતીએ ગીરગઢડા પોલીસમાં ૯ શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવી હતી. પોલીસે આ શખ્સોને ઝડપી પાડવા ચક્રગતીમાન કરેલ છે. અગાઉ આ શખ્સ ગીરગઢડાના ધોકડવાની યુવતીને અપહરણ કરી ભગાડી જનાર સીઆરપીએફ જવાનને પકડી પાડી દિકરીને તાત્કાલીક તેમના પરીવારને સોપવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધોકડવા ગામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી ઉના ત્રિકોણ બાગ રાવણાવાડી ખાતે સમસ્ત હિન્દુ સમાજ સહિત ઉના, ગીરગઢડા તાલુકાના વિવિધ સંગઠનો, ધારાસભ્ય કેસી રાઠોડ, ડાયાભાઇ જાલોંધરા, રાજુભાઇ ડાભી, રામજીભાઇ પરમાર, વિશાલભાઇ વોરા સહિત આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઇ રેલી કાઢી ડે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ હતું. ધોકડવા ગામની હિન્દુ દિકરી વિરૂધ્ધ બનેલ લવ જીહાદનો મુદો હોય આ બાબતે તાત્કાલીક સીઆરપીએફ શખ્સ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

error: Content is protected !!