જૂનાગઢનાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન દેવોનું આજે ‘રાજાેપચાર’ પૂજન

0

સંતોની વિશેષ ઉપસ્થિતિમાં સવારનાં ૭ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન ભાવભેર થયેલ પૂજન વિધી, ભાવિકોએ લીધો દર્શનનો લાભ

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો-ભાવિકોની મનોકામનાં કાયમ પુર્ણ કરે છે. તેવા આસ્થાનાં કેન્દ્ર સમાન સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે બિરાજમાન દેવોનું રાજાેપચાર પૂજન વિધી કરવામાં આવી હતી. આજે સવારનાં ૭ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન પૂજન વિધીનો આ કાર્યક્રમ ખુબ જ ભાવભેર કરવામાં આવેલ હતો. આ તકે ચેરમેન સ્વામિ દેવનંદન સ્વામિ, મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી, પૂજય પી.પી. સ્વામિ, કુંજ સ્વામિ સહિતનાં વરિષ્ઠ સંતો તેમજ ભાવિકો આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે તાજેતરમાં એટલે કે ગત તા.૯-૩-ર૦ર૩નાં શ્રી હરીકૃષ્ણ મહારાજનો પાટોત્સવનો પ્રસંગ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. આજે દેવોનું રાજાેપચાર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.(તસ્વીર ઃ પ્રફુલ કાપડીયા)

error: Content is protected !!