ગાંધીજીના નશાબંધીના રાજ્યમાં પકડાતાં નાશકારક દ્રવ્યોને કારણે રાજ્યનું યુવાધન બન્યું “નશામાં ઉડતા અને નશામાં ડૂબતાં

0

રાજ્યમાં એવરેજ દરરોજનો રૂપિયા ૫.૮૪ કરોડ(રાજ્યની વસ્તીની સંખ્યા)નો નાશકારક દ્રવ્યોનો જથ્થો પકડાય છે !

આઝાદીના અમૃત વર્ષની ઉજવણી સમયે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પકડાયેલ નાશકારક દ્રવ્યો વિદેશી-દેશી દારૂ અને નશીલા દ્રવ્યો અંગેના સરકારે ખુદ વિધાનસભામાં જાહેર કરેલ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે હવે રાજ્ય નું યુવાધન બન્યું છે “નશામાં ઉડતા અને નશામાં ડૂબતાં ગુજરાત”?!! આ અંગે બહાર આવેલ વિગત મુજબ શનિવાર તારીખ ૧૧-૩-૨૦૨૩ના રોજ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી દરમ્યાન આપવામાં આવેલ આંકડાકીય માહિતી પ્રમાણે રાજ્ય માંછેલ્લા બે વર્ષ દરમ્યાન પકડવામાં આવેલ નાશકારક દ્રવ્યો દારૂ અને ડ્રગ્સની ડિસેમ્બર ૨૦૨૨ સુધીની આંકડાકીય માહિતી મહાત્મા ગાંધીજીના રાજ્યને કારણે નશાબંધીના અમલી કારણમાં આઝાદીથી રહેલા આ રાજ્યમાં કુલ્લ રૂપિયા ૧૯૭ કરોડ નો વિદેશી અને ૩૯૪ કરોડનો દેશી દારૂ અને ૧૦..૪૭ કરોડનો બીયરનો જથ્થો અને માદક ડ્રગ્સ નો ૪૦૫૮ નો જથ્થો મળી કુલ્લ ૪૨૭૦ કરોડનો જથ્થો પકડવામાં આવેલ છે. જ્યારે ના પકડાયેલ જથ્થાની કિંમત અલગથી નોંધાયા વગરની રહેલ છે જે દર્શાવે છે કે રાજ્યમાં દરરોજનો સરેરાશ રૂપિયા ૫.૮૪ કરોડ થાય છે. જે પણ રાજ્યની વસ્તીની સંખ્યા બરાબર છે જે હકીકત સર્વે માંટે ચોંકાવનારી અને વિચારણીય જણાય છે. આ અંગેની વધુ ચોંકાવનારી વિગતો તે બહાર આવેલ છે કે આ જથ્થો કે જેને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે તે ફક્ત ૫% જેટલો જ હોવાનું જાણકારોમાં ચર્ચાય છે ત્યારે જાે બાકીનો પકડાયા સિવાય ના જથ્થાની ગણતરી કરવામાં આવે તો આ આંકડો રાજ્યના બજેટની રકમ આસપાસ થાય તો પણ નવાઈ પામવા જેવું નથી કારણ કે આ આંકડા બિન અધિકૃત નાશકારક દ્રવ્યોના છે પણ જાે રાજ્યમાં મેડિકલ સર્ટિફીકેટના આધારે મેળવાતી કાયદેસરની હેલ્થ પરમિટ હેઠળનો જથ્થો-વિદેશથી આવતા વિદેશીઓને નિયમ મુજાબ આપવામાં આવતો જથ્થો-રાજ્યમાં આવેલ સુરક્ષા દળોના જવાનોને આપવામાં આવતો જથ્થો અને રાજ્યના ૧૭૦૦ કી.મી. લાંબા દરિયા કિનારા ઉપર લાંગરતી વિદેશી શીપના ખલાશીઓને પીવા માંટે કેન્દ્ર સરરકારના “નોટિફાઇડ બોન્ડ હાઉસ”માંથી વેંચાણ થતો આંકડો ગણવામાં આવે તો તે આંકડો રાજ્યની પ્રજાની દરરોજની આવકનો ૧૦ % જેટલો થતો હોવાનું પણ નકારી શકાય નહીં. હકીકતમાં દેશના દરેક રાજ્યની આવકનો કોઈ મોટામાં મોટો સ્ત્રોત હોય તો તે આબકારી જકાત એટલે કે રાજ્યમાં નાશકારક દ્રવ્યોના કાયદેસર ા ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રજાને માંટે ઉપયોગમાં લેવાતા નાશકારક દ્રવ્યોના થતાં ખરીદ વેંચાણમાંથી થતી ટેક્ષની આવક હોય છે અને તે કારણે આ આવક ગુમાવવી કોઈપણ રાજ્ય ને આર્થિક રીતે પોષાય નહીં જે કારણે રાજ્ય સરકારો અલગ-અલગ પ્રકારે અને અલગ-અલગ પધ્ધતિથી રાજ્યમાં વધુમાં વધુ નશાકારક દ્રવ્યોનું વેંચાણ વધુ થાય તેવો પ્રયત્ન કરતી હોય છે જેનું તાજેતરનું ઉદાહરણ દિલ્હીમાં અમલી બનેલ નવી દારૂ વેંચાણની પોલિસી અને તેમાં સાચા ખોટા થતાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ જે આ હકીકતોની સાબિતી આપે છે. પરંતુ દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળના રાજ્યને કારણે આપણાં રાજ્યમાં આઝાદીથી આજદિન સુધી નશાબંધીનો કાયદો અમલી છે જે ખરેખર જરૂરી છે પણ આ કાયદાની હાલત રાજ્યમાં કેવી છે તેના બહાર આવેલા આંકડામાં વધુ આશ્ચર્યજનક આંકડા તો તે દર્શાવેલ છે કે રાજ્યની સીમા ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે જાેડાયેલ છે અને ત્યાં આવેલા જિલ્લાઓ કરતાં અન્ય જિલ્લાઓમાં આ નાશકારક દ્રવ્યો વધુ સંખ્યામાં અને રકમમાં પકડાયા છે. જે ખરેખર આ સીમાના ત્રણ રાજ્યોમાંથી બિન અધિકૃત રીતે પહોંચાડવામાં આવેલો જથ્થો છે. ત્યારે આ અન્ય રાજ્યની સીમાઓમાંથી ઘૂસાડેલ આ જથ્થો કેટ કેટલા જિલ્લાઓ પસાર કરી જેતે જિલ્લા અને ગામ સુધી પહોંચવામાં સફળ રહ્યા બાદ ત્યાંની સ્થાનીક પોલીસ દ્વારા પકાવામાં આવેલ છે ત્યારે ગંભીર પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે રાજ્યનું આવડું મોટું પોલીસ તંત્ર અને તેમના સપોર્ટમાં રહેલ અન્ય જાહેર અને ગુપ્ત માહિતીના સ્ત્રોત હોવા છતાં પણ જાે આ હાલત હોય તો તે દર્શાવે છે કે હવે રાજ્યનું યુવાધન “નશામાં ઉડતા ગુજરાત સાથે સાથે ડૂબતાં ગુજરાત”તરફ જઈ રહ્યાનું નકારી શકાતું નથી.

error: Content is protected !!