ભાણવડના આંબલિયારા ગામે “એનિમિયા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટી – ૩ કેમ્પ યોજાયો

0

ભાણવડના આંબલિયારા ગામે તાજેતરમાં “એનિમિયા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટી – ૩ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે ૧૪૦ જેટલા લાભાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ટેસ્ટ, ટ્રીટમેન્ટ અને ટોક જેવા અભિગમ દ્વારા એનિમિક જરૂરિયાત મુજબની સારવાર સ્થળ ઉપર જ આપવામાં આવી હતી. ખાનગી લેબોરેટરીમાં રૂા.૨૦૦ના ખર્ચે થતી લોહીની તપાસ આ કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવી હતી. હેન્ડ વોશ, પૂરતું પોષણ, કૃમિનાશક દવા વિગેરે વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સારૂ હિમોગ્લોબીન ધરાવતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી પ્રકાશ ચાંડેગ્રાના માર્ગદર્શન હેઠળ તેમજ ગુંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એનિમિયા મુક્ત ભાણવડ બનાવવાના આ પ્રયત્નમાં સહયોગ આપવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!